સુરતમાં હવે માસ્ક નહીં પહેરો તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ, કમિશનરે કરી જાહેરાત

અત્યાર સુધી સુરતમાં 8406 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 230 લોકોના મૃત્યુ પણ થયા છે. સારવાર બાદ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5214 છે. 
 

સુરતમાં હવે માસ્ક નહીં પહેરો તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ, કમિશનરે કરી જાહેરાત

સુરતઃ ગુજરાતમાં અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઈ રહ્યાં છે. સરકાર દ્વારા કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું લોકોને વારંવાર કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ ઘણા લોકો માસ્ક વગર ફરી રહ્યાં છે અને તેને કારણે સંક્રમણ વધવાનો ખતરો પણ ઉભા થાય છે. હવે સુરત કોર્પોરેશને માસ્ક ન પહેરનારા લોકો પાસેથી વસૂલ કરવામાં આવતી દંડની રકમમાં મોટો વધારો કર્યો છે. માસ્ક ન પહેરનાર લોકો પાસે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે.

હવે માસ્ક નહીં પહેરો તો 500નો દંડ
સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. તંત્રની વારંવારની રજૂઆત છતાં ઘણા લોકો માસ્ક વગર જ રસ્તાઓ પર જોવા મળતા હતા.

શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ
સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોના વાયરસના નવા કેસનો વિસ્ફોટ થયો છે. છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ કરતા સુરત શહેરમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી સુરતમાં 8406 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 230 લોકોના મૃત્યુ પણ થયા છે. સારવાર બાદ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5214 છે. 

અમદાવાદમાં પણ 500 રૂપિયા દંડ
થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ માસ્ક ન પહેરવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. અહીં પણ હવે 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે. પહેલા માસ્ક ન પહેરનારા લોકો પાસે 200 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news