SURAT માં એક વ્યક્તિ પોતાના જ હાથે ગળુ કાપી નાખ્યું, લોકો રસ્તા પર વીડિયો ઉતારતા રહ્યા, પોલીસ જવાને બચાવ્યો

શહેરના પાંડેસરાની પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ પર હાથમાં બ્લેડ લઇને પોતાનું જ ગળુ કાપતો જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે આ લોહિયાળ ઘટના જોઇ એક કોન્સ્ટેબલ તથા એક ટીઆરબી જવાન દોડી આવ્યા હતા. તેમણે યુવાનને બચાવી લીધો હતો. તત્કાલ 108ને જાણ કરીને યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. ઘટના અંગે એલઆર જવાન અનિરુદ્ધસિંહ રાઠોડ (ટ્રાફીક વિભાગ) જણાવ્યું કે, અમે બાટલી બોય પોઇન્ટ પર અમારી ફરજ હોવાથી અમે ઉભા હતા. ત્યારે અચાનક એક એક્ટિવા ચાલક આવ્યો હતો. તેણે કહ્યું કે, એક વ્યક્તિ રોડની બાજુ બ્લેડ પર પોતાનું જ ગળુ કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

SURAT માં એક વ્યક્તિ પોતાના જ હાથે ગળુ કાપી નાખ્યું, લોકો રસ્તા પર વીડિયો ઉતારતા રહ્યા, પોલીસ જવાને બચાવ્યો

સુરત : શહેરના પાંડેસરાની પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ પર હાથમાં બ્લેડ લઇને પોતાનું જ ગળુ કાપતો જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે આ લોહિયાળ ઘટના જોઇ એક કોન્સ્ટેબલ તથા એક ટીઆરબી જવાન દોડી આવ્યા હતા. તેમણે યુવાનને બચાવી લીધો હતો. તત્કાલ 108ને જાણ કરીને યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. ઘટના અંગે એલઆર જવાન અનિરુદ્ધસિંહ રાઠોડ (ટ્રાફીક વિભાગ) જણાવ્યું કે, અમે બાટલી બોય પોઇન્ટ પર અમારી ફરજ હોવાથી અમે ઉભા હતા. ત્યારે અચાનક એક એક્ટિવા ચાલક આવ્યો હતો. તેણે કહ્યું કે, એક વ્યક્તિ રોડની બાજુ બ્લેડ પર પોતાનું જ ગળુ કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

આ સાંભળી અમે તત્કાલ તેણે દેખાડેલા સ્થળે દોડી ગયા હતા. તત્કાલ ટીઆરબી જવાન સાથે ત્યાં પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં વારંવાર બ્લેડ વડે પોતાનું ગળુ કાપી રહ્યો હતો. લોકોની ભીડ એકત્ર થઇ હતી પરંતુ કેટલાક લોકો જોઇ રહ્યા હતા કેટલાક લોકો માત્ર વીડિયો બનાવી રહ્યા હતા. જેથી અમે તત્કાલ ટોળુ વિખેરી તેનો હાથ પકડીને તેને આ કૃત્ય કરતો અટકાવ્યો હતો. જો કે તે યુવાન નહી માનતા આખરે તેના હાથ પગ દોરીથી બાંધી દીધા હતા. ત્યાર બાદ 108 ને ફોન કર્યો હતો. 


(યુવકને ઝડપીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો)

108 દ્વારા તેની સ્થાનિક સ્તરે સારવારનો પ્રયાસ કરાયો પરંતુ તેનો હાથ છોડતાની સાથે જ તે ફરીથી ગળુ કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી દોરી વડે ફરી તેનો હાથ બાંધીને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ઘટના અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. વ્યક્તિ પોતાની જ હત્યા કરવા માટે શા માટે મજબુર થયો તે અંગે હજી સુધી કોઇ માહિતી મળી નથી. જો કે સિવિલનાં ડોક્ટર્સનાં અનુસાર આ વ્યક્તિ માનસીક બિમાર હોવાનું લાગી રહ્યું છે. જો કે તેના ગળાના ભાગે ઉંડો ઘા હોવાથી તત્કાલ તેનું ઓપરેશન કરવું પડ્યું હતું. લોહી વહેતું બંધ થાય ત્યાર બાદ તેની પુછપરછ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news