સુરત: 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ પોતાનાં મિત્રનું ઢીમ ઢાળી દીધું

શહેરમાં 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. આ મુદ્દે પોલીસે જ્યારે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 500 રૂપિયાના સામાન્ય ખટરાગમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.
સુરત: 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ પોતાનાં મિત્રનું ઢીમ ઢાળી દીધું

સુરત : શહેરમાં 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. આ મુદ્દે પોલીસે જ્યારે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 500 રૂપિયાના સામાન્ય ખટરાગમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરનાં સિટીલાઇટ વિસ્તારમાં પનાસ નહેરમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ લાશને બહાર કાઢીને પોલીસે તપાસ કરી હતી. પોલીસે લાશનું પીએમ કરતા તેનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કબ્જે લઇને તપાસ કરતા તેનું નામ વિકાસ હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા યુવક શહેરના ભટાર રોડ પર ફુટપાથ પર રહેતો હતો. 

આ યુવક સાથે જિતુ અને રામસિંગ નામના બે અન્ય શખ્સો પણ રહેતા હતા. જો કે યુવકની હત્યાબાદથી બંન્ને ગુમ હતા. પોલીસે બંન્નેને જડપીને આકરી પુછપરછ કરતા બંન્નેએ તેની હત્યા કરી હોવાનું સ્વિકાર્યું હતું. 500 રૂપિયાના રાશન લાવવા અને જમવાનું બનાવવા માટે રામસિંગ અને વિકાસ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનો રોષ રાખીને વિકાસ ઉંઘી ગયા બાદ તેને લાકડાનો ફટકો મારીને ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. જેમાં તેણે વિકાસનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. લાશ નજીકમાં રહેલી નહેરમાં ફેંકી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news