17 વર્ષની તરૂણીએ ફુટપાથ પર રહેલા 13 વર્ષના છોકરાને કહ્યું મને ખુશ કરી શકીશ કે અને પછી...

સુરતની 17 વર્ષની તરૂણીએ ઘરે આવીને મા-બાપને કહ્યું 13 વર્ષના તરૂણ સાથે મે સંબંધો બાંધ્યા છે અને હવે ઘરે પરત આવી ગઇ છું

17 વર્ષની તરૂણીએ ફુટપાથ પર રહેલા 13 વર્ષના છોકરાને કહ્યું મને ખુશ કરી શકીશ કે અને પછી...

સુરત : ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં રોજે રોજ એવા નવા અને વિચિત્ર કહી શકાય તેવા બનાવો બને છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં ન માત્ર પડઘા પડે છે પરંતુ ગુજરાતી લોકો વિચારવા માટે મજબુર થઇ જાય છે. આવી જ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી. જેમાં એક કિશોરીએ એવો કાંડ કરી નાખ્યો છે કે પોલીસ પણ વિચારમાં પડી છે કે આની વિરુદ્ધ કઇ રીતે કાર્યવાહી કરવી. સુરતમાં 17 વર્ષની કિશોરી 14 વર્ષના કિશોરને લઈને ભાગી ગઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે થોડા સમય બાદ તે પોતાની જાતે જ પરત પણ ફરી ગઇ હતી. જો કે સગીરા ભાગી જતા માતા પિતા ચિંતામા મુકાયા હતા. 

સુરતની 17 વર્ષની કિશોરી અને 14 વર્ષનો કિશોર સાથે ભાગી છુટ્યાની ચર્ચાએ સમગ્ર શહેર સહિત ગુજરાતને ચગડોળે ચડાવ્યું છે. વીસ દિવસ પહેલા વરાછા વિસ્તારની 17 વર્ષની સગીરા ગુમ થઈ હતી. તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ સગીરા જાતે જ થોડા દિવસમાં ઘરે પરત આવી ગઈ હતી. જેથી પરિવારને હાશકારો તો થયો જ હતો સાથે પરિવારજનોએ તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ઘટસ્ફોટ કર્યો કે, તે ફૂટપાથ પર રહેતા એક સગીર કિશોર સાથે ભાગી ગઈ હતી. 

જેથી પોલીસે પણ તેની પુછપરછ કરી હતી. જેમાં સગીરાએ ઘટસ્ફોટ કર્યા કે, તે જે સગીર સાથે ભાગી ગઈ તે 14 વર્ષનો હતો. ભાગી ગયા બાદ બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જો કે પોતાને સંતોષ થઇ ગયા બાદ તે પરત આવી ગઇ હતી. આ જાણીને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે પિતાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તરુણ કિશોરની અટકાયત કરી છે. તો તરૂણીના નિવેદન બાદ હવે તેમાં બળાત્કાર અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરી છે.જો કે કિશોરીએ કિશોરને ભગાવ્યો હતો કે કિશોરે કિશોરીને ભગાવી હતી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news