RAJKOT માં ડોક્ટરે જ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કર્યું, પોલીસ આવી અને...

જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. કોરોના દિવસેને દિવસે વિકરાળ થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં કુલ 50 લોકોને એકત્ર થવા માટેની મંજુરી આપવામાં આવી છે. તેમ છતા રાજકોટની નામાંકિત રેજન્સી લગુન રિસોર્ટમાં લગ્ન પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા ક્રાઇમ બ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

RAJKOT માં ડોક્ટરે જ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કર્યું, પોલીસ આવી અને...

રાજકોટ : જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. કોરોના દિવસેને દિવસે વિકરાળ થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં કુલ 50 લોકોને એકત્ર થવા માટેની મંજુરી આપવામાં આવી છે. તેમ છતા રાજકોટની નામાંકિત રેજન્સી લગુન રિસોર્ટમાં લગ્ન પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા ક્રાઇમ બ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

ક્રાઇમબ્રાંચ દ્વારા લગ્ન પ્રસંગ યોજનાર ડોક્ટર કે.કે રાવલ , ભરતભાઇ વ્યાસ અને રેજન્સી લગુન રીસોર્ટનાં માલિક સુમીત પટેલ અને રિસોર્ટનાં સંચાલક સંજય કુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મુદ્દે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપીઓને હાજર કરીને અન્ય માહિતી આપી હતી.

પોલીસનાં અનુસાર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવતા રેજન્સી લગુન રીસોર્ટમાં 25 એપ્રીલનાં રોજ રાજકોટનાં ડોક્ટર કે.કે રાવલ અને મોરબીનાં ભરત વ્યા દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રાઇમબ્રાંચ દ્વારા બાતમીનાં આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સરકારનાં નિયત કાયદાઓનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news