રાજકોટમાં મહિલાને ગાડીમાં બેસાડ્યા બાદ પુરૂષે કર્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ઉઠી

સોનાની ચળક અને મહેનત વગર પૈસા કમાવા માટે ચોરી લૂંટના રવાડે ચડી ગયા અને વારંવારની ચોરી લૂંટની આદતે આજે બે શખ્સો પોલીસની હવાલાતમાં છે, જામકંડોરણા પાસે બે દિવસ પહેલા એક ચોરી લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બે લૂંટારાઓએ ખાસ મોડ્સ ઓપરેંડીસથી એક મહિલા પાસેથી સોનાના દાગીના અને પૈસાની ચોરી અને લૂંટ કરી હતી. 
રાજકોટમાં મહિલાને ગાડીમાં બેસાડ્યા બાદ પુરૂષે કર્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ઉઠી

નરેશ ભાલિયા/રાજકોટ : સોનાની ચળક અને મહેનત વગર પૈસા કમાવા માટે ચોરી લૂંટના રવાડે ચડી ગયા અને વારંવારની ચોરી લૂંટની આદતે આજે બે શખ્સો પોલીસની હવાલાતમાં છે, જામકંડોરણા પાસે બે દિવસ પહેલા એક ચોરી લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બે લૂંટારાઓએ ખાસ મોડ્સ ઓપરેંડીસથી એક મહિલા પાસેથી સોનાના દાગીના અને પૈસાની ચોરી અને લૂંટ કરી હતી. 

શું છે ચોરી અને લૂંટની ઘટના કેવી રીતે કરી ચોરી લૂંટ 2 દિવસ પહેલા જામકંડોરણામાં એક ચોરી લૂંટની ઘટના બની. જેમાં એક મહિલાને તેના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. ચોરી લૂંટ કેમ થઇ તે જાણવું રસપ્રદ છે. ઘટના છે બપોરના સુમારેની જામકંડોરણાના ધોરાજી રોડ ઉપર એક મહિલા બહારગામ જવા માટે રાહ જોઈને ઉભી હતી ત્યારે એક કાળા કલરની કાર આવીને તેની પાસે ઉભી રહે છે. અંદર 3 જેટલા વ્યક્તિઓ બેઠા છે. જેમાં એક મહિલા અને 2 પુરુષો હતા. જેમાંથી તેને એક પુરુષ પૂછે કે ક્યાં જવું છે ત્યારે મહિલા એ ઉપલેટા અને ધોરાજી બાજુ જવાનું કહ્યું અને કાર ચાલકે તેને બેસાડી હતી. જયારે થોડે દૂર જઈને કારને એક હોટેલ જેવા ધાબા ઉપર ઉભી રાખીને અંદર રહેલા અન્ય એક શખ્સને ઉતારીને  સોડા લઈને આવ્યો અને તેની અંદર કેફી પદાર્થ ભેળવ્યો હતો. મુસાફર તરીકે બેઠેલી મહિલાને પીવડાવ્યું હતું. જેવી મહિલા બેભાન થઇ કે તરત જે તેને પહેરેલા સોનાના દાગીના ઉતારી લીધા હતા અને રોકડ અને મોબાઈલ લઈ લીધા હતા, પછી કાર ને ઉપલેટા તરફ હંકારી મૂકી હતી. જ્યાં આ કાર ચાલક અને તેની મસાફરોના સ્વાંગમાં રહેલા અન્ય એક શખ્સે બેભાન મહિલાને ઉપલેટાના લીલાખા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ઉતારી દીધી હતી અને ફરાર થઇ ગયા હતા.

મહિલાએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આવીને સમગ્ર ઘટના જણાવી હતી અને જેના પગલે રાજકોટ પોલીસ હરકતમાં આવી હતી. જેમાં રાજકોટ રૂરલ LCB પણ જોડાઈ હતી. સતત આરોપીને ટ્રેક કરતા કરતા તેવોએ બંને આરોપીને પકડી પડ્યા હતા. પકડાયેલ આરોપીમાં રાજકોટનો રહેવાસી એવો અજયસિંહ સોઢા અને બીજો જામનગરનો રહેવાસી એવો બલભદ્ર જાડેજાને પકડી પાડ્યા હતા. સાથે સાથે તેવોએ કરેલ ચોરી અને લૂંટનો માલ પણ કબ્જે કર્યો હતો. જેમાં સોનાની બૂટી, સોનાની કાનની શેર મોબાઈલ અને રોકડ રૂપિયાનો કબ્જો કરેલો હતો, સાથે તેઓએ ગુનામાં વપરાયેલ કાર પણ કબજે કરી છે.

કેવો છે બંને આરોપી નો ગુનાહિત ઇતિહાસ 
અજયસીંહ ઉર્ફે અર્જનસિંહ સોઢા રીઢો ગુનેગાર છે તેના પર 3 જેટલા ચોરી અને લૂંટના ગુણ નોંધાઈ ચુક્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન મીઠાપુર પોલીસ સ્ટેશન જામનગર સીટી C ડીવી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.

જયારે બલભદ્રવસિંહ ઉર્ફે ડુગો જાડેજા ઉપર પણ 2 જેટલા ચોરી અને લૂંટના ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં રાજકોટ શહેરના પ્રધ્યમુન નગર પોલીસ સ્ટેશનમાં એક અને બીજો કચ્છના અંજાર પોલીસ સ્ટેશન છે. જોવા જઈ એ તો બંને રીઢા ગુનેગાર છે અને બંને ચોરી અને લૂંટ કરવાના આદિ છે. હાલ તો બંને જામકંડોરણા પોલીસની કસ્ટડીમાં છે. જયારે આ ગુનામાં તેઓને સાથ આપનાર એક મહિલા શબાના સમીરભાઈ કાદરીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news