રાજકોટમાં યુવાને રાતોરાત માલદાર બનવા એવું ષડયંત્ર ઘડ્યું કે, પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ

આજનો યુવા વર્ગ મોજ શોખ માટે અવળા રવાડે ચડી જતો હોય છે. જો સંગત બુરી હોય તો તે ચોરી (Robbery) અને લૂંટ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે. પછી ભલે તેના માટે કોઈ પણ પરિણામ ભોગવવાનું આવે, આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના ભીડભંજન રોડ ઉપર બની હતી. લૂંટમાં જે લૂંટાયા હતા તેજ લૂંટારા નીકળ્યા અને લૂંટનું નાટક સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા જેતપુર (Jetpur) તાલુકાના ભીડભંજન રોડ ઉપર એક સ્વીફ્ટ કારને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. જેમાં લૂંટારાઓએ સ્વીફ્ટ કાર અને 30 હજાર રોકડા રૂપિયાની લૂંટની ફરિયાદ જેતપુર (Jetpur) તાલુકા પોલીસમાં નોંધી હતી. જેના અનુસાર ઉપલેટાનો મૂળ રહેવાસી એવો 22 વર્ષના નીરવ દિનેશભાઇ ચાવડા રાત્રીના 9 વાગ્યાની આસપાસ તાલુકાના થાણાગાલોળ બાજુથી આવી રહ્યા હતા, તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન મહાદેવ મંદિરના રોડ ઉપર 3 અજાણીયા શખ્સોએ હાથ ઉંચો કરીને આંતરી હતી. સ્વીફ્ટ કાર અને 30 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ જાહેર કરી હતી.

રાજકોટમાં યુવાને રાતોરાત માલદાર બનવા એવું ષડયંત્ર ઘડ્યું કે, પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ

રાજકોટ : આજનો યુવા વર્ગ મોજ શોખ માટે અવળા રવાડે ચડી જતો હોય છે. જો સંગત બુરી હોય તો તે ચોરી (Robbery) અને લૂંટ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે. પછી ભલે તેના માટે કોઈ પણ પરિણામ ભોગવવાનું આવે, આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના ભીડભંજન રોડ ઉપર બની હતી. લૂંટમાં જે લૂંટાયા હતા તેજ લૂંટારા નીકળ્યા અને લૂંટનું નાટક સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા જેતપુર (Jetpur) તાલુકાના ભીડભંજન રોડ ઉપર એક સ્વીફ્ટ કારને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. જેમાં લૂંટારાઓએ સ્વીફ્ટ કાર અને 30 હજાર રોકડા રૂપિયાની લૂંટની ફરિયાદ જેતપુર (Jetpur) તાલુકા પોલીસમાં નોંધી હતી. જેના અનુસાર ઉપલેટાનો મૂળ રહેવાસી એવો 22 વર્ષના નીરવ દિનેશભાઇ ચાવડા રાત્રીના 9 વાગ્યાની આસપાસ તાલુકાના થાણાગાલોળ બાજુથી આવી રહ્યા હતા, તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન મહાદેવ મંદિરના રોડ ઉપર 3 અજાણીયા શખ્સોએ હાથ ઉંચો કરીને આંતરી હતી. સ્વીફ્ટ કાર અને 30 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ જાહેર કરી હતી.

રાજકોટ પોલીસે આ બાબતે તમામ શક્ય તપાસ શરૂ કરી હતી. જેમાં રાજકોટ LCB એ નીરવના મોબાઈલ (Mobile)ની ડીટેલ ચેક કરી હતી અને તેના આધારે વધુ તપાસ ચેક હતી. જેમાં નીરવના મોબાઈલ (Mobile)નું લોકેશન અને તેના મોબાઈલ (Mobile) માંથી થયેલ વાતચીત અંગે ડીટેલ લેતા નિરવે તેમના સાગરીતો સાથે આજ સમયે અને અનેક વખત વાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે નીરવની વધુ તપાસ કરતા તેમેણે જ આ લૂંટ કરી હોવાનું સામે આવ્યું હતું.

નીરવે બગસરાની ઇમિટેશનનો ધંધો કરતી દુકાન અને ફેક્ટરીમાં કામ કરતો હતો. તેના મલિક દ્વારા જે ઇમિટેશનનો માલ વેચાય તેનો હિસાબ અને તેની પૈસાની ઉઘરાણી તે કરતો હતો. અવારનવાર તે મોટી ઉઘરાણીના પૈસાનું કલેકશન કરતો હતો. નીરવના મોજ શોખ દિવસેને દિવસે વધી રહ્યા હતા, અને હવે મોજ શોખ માટે પૈસાની ખુબજ જરૂર હતી, ત્યારે હવે તેની નજર તેના દ્વારા કરવામાં આવતા દુકાનના ઇમિટેશનના રૂપિયાની ઉઘરાણી ઉપર હતી અને તેણે એક પ્લાન બનવ્યો હતો. જેમાં તેના વતન ઉપલેટાના મિત્રો જીતુ અને પ્રકાશનો સહારો લીધો હતો. 

નિરવે પ્રથમને તેના મિત્ર પ્રકાશ અને જીતુને વિશ્વાશમાં લઈને પ્લાન ઘડી કાઢ્યો હતો.
જેમ મુજબ તે જેતપુર (Jetpur) તાલુકાના થાણાગાલોળ ગામેથી તે આવતો હોય અને તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન ગામ પાસે આવરું જગ્યાએ ગાડીને આંતરીને લૂંટી લેવામાં આવી છે તેવી સ્ટોરી ઉભી કરી હતી. આ સ્ટોરી બાદ તેણે લૂંટાયેલ સ્વીફ્ટ કાર ને તેના અમદાવાદ રહેતા અને મૂળ ઉપલેટા ના પ્રકાશ ગોવિંદભાઇ વારોતરિયા ને આપી હતી અને ત્યાંજ રાખી હતી, જેનો કબ્જો રાજકોટ LCB એ લઈ લીધો હતો અને સાથે 30 હજાર રૂપિયા પણ રિકવર કર્યા હતા. આ પકડાયેલ લૂંટ ના નાટક ના આરોપી ઓ નો વધુ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ આ લૂંટ નો મુખ્ય સૂત્રધાર એવો નીરવ ઉપલેટા માં અગાઉ પ્રોહિબિશન ના ગુના માં પોલીસ ના ચોપડે ચડી ચૂકેલ છે અને સજા પણ ભોગવી ચુકેલા છે. હાલ નો માસ્ટર માઈન્ડ નીરવ સાથે તેના બે મિત્રો પણ લૂંટ નું નાટક કરી ને પોલીસ ની હવાલાત માં છે, 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news