ગુજરાતમાં થાય છે હથિયારોની તસ્કરી, પોલીસે જ જાહેર કર્યા આંકડા
રાજ્યમાં કોન્ટ્રાકટ કિલિંગ, હત્યા સહીત ફાયરિંગની ઘટનામાં દિવસને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નજીવી બાબતે કે અંગત અદાવતમાં ફાયરિંગો થવાની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકયદેસર હથિયાર ક્યાંથી આવે છે જોઈએ અમારા ખાસ અહેવાલમાં
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં કોન્ટ્રાકટ કિલિંગ, હત્યા સહીત ફાયરિંગની ઘટનામાં દિવસને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નજીવી બાબતે કે અંગત અદાવતમાં ફાયરિંગો થવાની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકયદેસર હથિયાર ક્યાંથી આવે છે જોઈએ અમારા આ રિપોર્ટમાં
અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાંચ SOGએ છેલા પાંચ વર્ષમાં અસંખ્ય હથિયારો સાથે આરોપીઓ ઝડપી પડયા છે તો આવો તેના આંકડા પર નજર કરીયે
નોંધાયેલા ગુન્હા | આરોપી | હથિયાર | કારતુસ | કુલ |
2014 | 14 આરોપી | 20 | 17 | 37 |
2015 | 21 આરોપી | 20 | 32 | 28 |
2016 | 11આરોપી | 13 | 13 | 5 |
2017 | 10આરોપી | 10 | 10 | 22 |
2018 | 08આરોપી | 8 | 8 | 14 |
આમ અમદાવાદ પોલીસ છેલા પાંચ વર્ષમાં 73 આરોપીઓ સાથે 80 હથિયારથી પણ વધારે ઝડપી પડયા છે ત્યારે આ હથિયાર ગુજરાતમાં કઈ રીતે આવે છે. આ રીતે ઉત્તરપ્રદેશ બિહાર મધ્યપ્રદેશ માંથી ખુબ જ આ સહેલાયથી હથિયારો શ્રમિકો લવાતા હોય છે અને માત્ર 500 કે 1000 હજાર રૂપિયામાં જ થઇ જતો હોય છે.
તો ગુજરાતમાં હથિયારો અંગત અદાવતમાં કે પછી અંગત સુરક્ષા માટે કે પછી શોખથી લોકો હથિયાર મંગાવી રહયાનું પોલીસ તપાસમાં સામે આવું ચૂક્યું છે. આ હથિયારો જે મળી આવે છે એ કોઈ જ ગેંગો કે ગેંગ વૉરમાં નથી મંગાવામાં આવતાએ પણ પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યું છે. મહત્વનું છે, કે પોલીસ દ્વારા બાતમીના આધારે આ પ્રકારના હથિયારો ઝડપી લેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે