ખેડૂત ઉપરાંત ખેડૂતોની જમીનનું પણ હેલ્થકાર્ડ નિકળશે, કયો પાક સારો થઇ શકે તેની માહિતી મળશે
Trending Photos
પાલનપુર : કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા મનુષ્યના હેલ્થ કાર્ડની જેમ ખેડૂતોને તેમની જમીનના હેલ્થ કાર્ડ આપવાની યોજના વર્ષોથી અમલમાં મૂકી છે. જેને લઈને ખેડૂતો પોતાની જમીનમાં કયા પોષક તત્વો છે તે જાણી શકે છે અને જમીનને અનુકૂળ પોતાના ખેતરમાં પાકોનું વાવેતર કરીને વધારે ઉત્પાદન મેળવી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019માં 3.39 લાખ ખેડૂત ખાતેદારોને સોઈલ હેલ્થ કાર્ડ અપાયા હતા. જો કે આ વર્ષે જિલ્લામાં દરેક ગામોના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
ખેડૂતો પોતાની જમીનની પરત જાણીને જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને જમીનની PH વેલ્યુ કેટલી છે તેમજ જમીનમાં પોષકતત્વો કેટલા છે તે જાણી શકે તે માટે જમીનના 5 પેરામીટરની ચકાસણી કરવા માટે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરોની ચારેય દિશાઓની માટી લઈને તેનું પરીક્ષણ કરીને સરકાર દ્વારા વર્ષ 11-12થી 14-15 વર્ષ દરમિયાન જિલ્લાના 100 ટકા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ અપાયા હતા. ત્યાર બાદ 4 વર્ષ બાદ 2015થી 2018-19 સુધી જિલ્લામાં 3.39 લાખ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા હતા.
2019-20માં જિલ્લામાં એક તાલુકામાં એક ગામ પસંદ કરીને તે ગામના 10 ખેડૂતોના ખેતરની માટી લઇને તેનું પરીક્ષણ કરીને જિલ્લાના 14 ગામોના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ અપાય હતા. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન જિલ્લાના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ મળ્યા ન હતા પરંતુ આ વર્ષે ખેડૂતોના ખેતરની માટી લઈને તેના પરીક્ષણ માટે મોકલી દેવાઈ છે. જેથી ટૂંક સમયમાં જિલ્લાના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ સોઈલ હેલ્થ ખેડુતો માટે એટલા માટે જરૂરી છે કે જેમ માણસોની તંદુરસ્તી માટે તેના વિવિધ ટેસ્ટ થાય છે તેમ જમીનની તંદુરસ્તી માટે તેના સેમ્પલ લઇને તેનો ટેસ્ટ કરવામાં આવે છે. જેને લઈને ખેડૂતો જાણી શકે છે કે તેમના ખેતરમાં કયો પાક થશે આ સિવાય જમીનમાં પોટાશનું પ્રમાણ હોય તો પોટાશ ફર્ટિલાઇઝર વાપરવાની જરૂર નથી તે સમજ આવી અને તેના લીધે ખેડૂતો જમીનને અનુકૂળ પ્રમાણે પાકો લઈને તેમની આવકમાં વધારો કરી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં પહેલા ખેડુતો પોતાના ખેતરમાં આડેધડ પાકોનું વાવેતર કરતા હતા પરંતુ જ્યારથી સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતરના સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. જેનાથી ખેડૂતો હવે પોતાના ખેતરમાં રહેલા વિવિધ પોષક તત્વો સહિત જમીનની અનુકૂળતા જાણીને જમીનને અનુકૂળ પાકોનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવીને સારી આવક મેળવી રહ્યા છે. જેથી તેવો સોઈલ હેલ્થ કાર્ડ યોજના લાવવા માટે સરકારનો આભાર માની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે