એક તરફી પ્રેમમાં યુવકે મહિલા પર એસિડથી કર્યો હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદના ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર 39 વર્ષીય મહિલા પર શિવા નાયક નામનો યુવક એસિડ એટેક કરીને ફરાર થઈ ગયો છે. મહિલાના શરીર પર એસિડ એટેકને કારણે મોઢુ અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે.

એક તરફી પ્રેમમાં યુવકે મહિલા પર એસિડથી કર્યો હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

ઉદય રંજન, અમદાવાદઃ એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલના જીવન પર બનેલી અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' તો તમે જોઈ હશે. આવી એક ઘટના અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં બની છે. અહીં જાહેર રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા પર એસિડથી હુમલો કર્યો છે. આ હુમલામાં મહિલા દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે. 

39 વર્ષીય મહિલા પર એસિડ એટેક
અમદાવાદના ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર 39 વર્ષીય મહિલા પર શિવા નાયક નામનો યુવક એસિડ એટેક કરીને ફરાર થઈ ગયો છે. મહિલાના શરીર પર એસિડ એટેકને કારણે મોઢુ અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે. આ મહિલા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પીડિત મહિલાએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. પરંતુ મહિલાએ વાત ન કરતા તેણે એસિડ ફેંક્યું હતું. ઘાટલોડિયા પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે. 

પતિથી અલગ રહે છે મહિલા
ઘાટલોડિયામાં રહેતી પીડિત મહિલા તેના પતિથી અલગ રહે છે. મહિલા પોતાના બે બાળકોને સાથે રહી ચાર-પાંચ ઘરના ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. પીડિત મહિલા કહેવું છે કે આજથી આઠ મહિના પહેલા લખુડી તળાવ પાસે સીનિયર સીટીઝનના ઘરે પીડિત મહિલા કેરટેકર તરીકે કામ કરતી હતી. તેવામાં રિક્ષા ચાલક શિવા નાયક સાથે મહિલાનો પરિચય થયો હતો. જ્યાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી. ત્યારબાદ શિવા અને મહિલા એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો જેથી મહિલા એ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. 

પરંતુ અચાનક ગત રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું, પણ મહિલા વાત કર્યા વગર જતી રહી હતી. બસ આ જ વાતને લઈ શિવા નાયકને ગુસ્સો આવતા થોડી વારમાં જ એસિડની બોટલ લાવી શિવાએ જાહેર રોડ પર મહિલા પર એસિડ છાંટી ફરાર થઈ ગયો. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમ બનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news