ટ્રાફિક કર્મીઓના અચ્છે દિન શરૂ! અપાયા AC હેલ્મેટ, અફલાતૂન સુવિધાઓ સાથે આવી રીતે કરે છે કામ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા ત્રણ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલમાં ઠક્કરબાપાનગર, નાના ચિલોડા અને પીરાણા ચાર રસ્તા પર ટ્રાફિક કર્મીઓને આ હેલ્મેટ આપવામાં આવ્યું છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેર પોલીસ ટ્રાફિક કર્મીઓ માટે એક નવતર પ્રયોગ અજમાવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. અમદાવાદના રસ્તાઓ પર હવેથી ટ્રાફિક પોલીસ ઠંડા દિમાગે કામ કરશે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા ત્રણ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલમાં ઠક્કરબાપાનગર, નાના ચિલોડા અને પીરાણા ચાર રસ્તા પર ટ્રાફિક કર્મીઓને આ હેલ્મેટ આપવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ ને ખાસ પ્રકારનું એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. જે તમને ગરમીમાં રક્ષણ આપશે.
આપણે જોઈએ છે કે, ટ્રાફિક પોલીસ, ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય ટ્રાફિક સંચાલન, અને પાલન કરાવવા હંમેશા રસ્તા પર ઉભા હોય છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસને ગરમીમાં રાહત મળે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કે ત્રણક્કરબાપાનગર, નાના ચિલોડા અને પીરાણા ચાર રસ્તા પોઈન્ટ પર હેલ્મેટ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ ઠક્કરબાપાનગર, નાના ચિલોડા અને પીરાણાના ટ્રાફિક પોઇન્ટ પર એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વડા અનુસાર, આ હેલમેટનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ટ્રાફિક પોલીસની સલામતી અને આરામ માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ કર્મચારીઓને આ પ્રકારના એસી હેલ્મેટ આપવામાં આવશે.
ટ્રાફિક પોલીસ ને હંમેશા ગરમી, વરસાદ કે ઠંડીમાં ટ્રાફિકનું સંચાલન કરતી જોવા મળે છે. અત્યાર સુધી તેમને સફેદ કલરના હેલ્મેટ આપવામાં આવતા હતા, પરંતુ આ હેલ્મેટમાં એસી જેવો ઠંડો પવન આવે તે પ્રકારની સુવિધા છે. જે બેટરીથી સંચાલીત હશે, જેને ચાર્જિંગ કરી ઉપયોગમાં લઈ શકાશે. તો જોઈએ શું છે ખાસિયત આ એસી હેલ્મેટ બેટરીથી સંચાલીત હશે, એક વાર ચાર્જ કરવાથી કલાકો ઉપયોગ કરી શકાશે.
આ હેલ્મેટ કમરમાં લગાવેલ બેટરી તથા અન્ય એક ડિવાઇસ સાથે કનેક્ટ થયેલું જોવા મળી રહ્યું છે. ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળશે. ટ્રાફિક પોલીસને આંખ અને નાક પણ સલામત રાખશે. જેથી સ્વાસ્થ્ય ન બગડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે