જાણો કયાં 29 શહેરોમાં આજથી દિવસે આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે, આ રહી યાદી

ગુજરાત સરકાર દ્વારા સતત વકરી રહેલા કર્ફ્યૂનાં કારણે રાજ્યનાં કુલ 29 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ ઉપરાંત દિવસે પણ કેટલાક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. જેમાં હાલ વધારે પ્રમાણમાં લોકો એક જ છત્ર હેઠળ એકત્ર થતા હોય તેવા અનેક એકમો બંધ રાખવા માટેનો આદેશ અપાયો છે. 

જાણો કયાં 29 શહેરોમાં આજથી દિવસે આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે, આ રહી યાદી

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા સતત વકરી રહેલા કર્ફ્યૂનાં કારણે રાજ્યનાં કુલ 29 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ ઉપરાંત દિવસે પણ કેટલાક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. જેમાં હાલ વધારે પ્રમાણમાં લોકો એક જ છત્ર હેઠળ એકત્ર થતા હોય તેવા અનેક એકમો બંધ રાખવા માટેનો આદેશ અપાયો છે. 

ગુજરાતમાં કુલ 29 શહેરોમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેના અંતર્ગત દિવસે પણ અનાજ કરિયાણાની દુકાન, શાકભાજી, ફળફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોને લગતી દુકાનો ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામની પ્રવૃતિઓમાં SOP સાથે કામગીરી યથાવત્ત રહેશે. 

તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને સેવાઓ યથાવત્ત રહેશે. તમામ રેસ્ટોરન્ટ્સ બંધ રહેશે માત્ર ટેક અવે સિસ્ટમથી જ કાર્યરત રાખી શકાશે. મોલ શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, બાગબગીચા, જીમ, સ્વીમિંગ પુલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચાઓ, સલુન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્ક અને પ્રવૃતિઓ બંધ રહેશે. શાકભાજી અને ફળફલાદી સિવાયની APMC પ્રવૃતિઓ પણ બંધ રહેશે. 

તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. માત્ર પુજારી અને આંતરિક સ્ટાફ જ પુજાવિધિ જેવી જરૂરી કામગીરી કરી શકશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં 50થી વધારે અને અંતિમ વિધિમાં 20 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. જો કે આ પ્રતિબંધો માત્ર અને માત્ર 29 શહેરોમાં લાગુ રહેશે. આ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ પણ યથાવત્ત રહેશે. તેવામાં મહત્વનું છે કે કયા 20 શહેરો હતા અને કયા 9 શહેરો ઉમેરાયા છે. આ રહી તે તમામ શહેરોની યાદી.

ઉત્તર ગુજરાતનાં કયાં શહેર?
1. ગાંધીનગર
2. પાટણ
3. મહેસાણા
4. હિંમતનગર
5. પાલનપુર

મધ્ય ગુજરાતનાં કયાં શહેર?
1. અમદાવાદ
2. વડોદરા
3. આણંદ
4. નડિયાદ
5. ગોધરા
6. દાહોદ
7. વિરમગામ
8. છોટાઉદેપુર

દક્ષિણ ગુજરાતનાં કયાં શહેર?
1. સુરત
2. ભરૂચ
3. નવસારી
4. વલસાડ

સૌરાષ્ટ્ર-કચ્છનાં કયાં શહેર?
1. રાજકોટ
2. ભાવનગર
3. જામનગર
4. જૂનાગઢ
5. ગાંધીધામ
6. ભુજ
7. મોરબી
8. સુરેન્દ્રનગર
9. અમરેલી
10. પોરબંદર
11. બોટાદ
12. વેરાવળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news