હાર્દિક પટેલ સામે યુથ કોંગ્રેસની નારાજગી વિરુદ્ધ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું મહત્ત્વપૂર્ણ નિવેદન

CWCની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. આજે એકાએક ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સુખરામ રાઠવા સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી છે. સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં સંગઠન મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

હાર્દિક પટેલ સામે યુથ કોંગ્રેસની નારાજગી વિરુદ્ધ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું મહત્ત્વપૂર્ણ નિવેદન

ઝી ન્યૂઝ/અમદાવાદ: પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં ગુજરાતમાં નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ પણ એક્ટિવ થવાના પ્રયાસ શરૂ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે. 

બીજી બાજુ સ્થાનિક કોંગ્રેસમાં પડતા ફાંટા અને ટૂકડીઓને કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. આવી કપરી સ્થિતિ વચ્ચે કોંગ્રેસનું વાહન રાજનીતિના દરિયામાં ડૂબતું બચાવવા માટે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભાવી રઘુ શર્માએ સુખરામ રાઠવા સાથે બેઠક કરી છે. સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં સંગઠન મુદ્દે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.

CWCની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. આજે એકાએક ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ સુખરામ રાઠવા સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી છે. સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં સંગઠન મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ સિવાય જે ધારાસભ્યો રાહુલ ગાંધીને પત્ર લખીને મળવાનો સમય માંગયો છે તેના વિશે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

Cwc ની બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન 
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને સુખરામ રાઠવા વચ્ચે બેઠક બાદ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું છે કે, ભાજપ માત્ર પોસ્ટર લગાડી પ્રચાર કરે તેનાથી ગુજરાતમાં ઈલેક્શન નહીં જીતાય.. મોંઘવારી,  કોરોના સમયે ઇન્જેક્શનને કારણે મરેલા લોકો આવા મુદ્દાઓ સામે ભાજપે જનતાને જવાબ આપવો પડશે. અમે દ્વારકા સમયે જનતાને જે વાયદા આપ્યા એ પુરા કરીશું.

બીજી બાજુ રવિવારે હાર્દિક પટેલ સામે યુથ કોંગ્રેસની નારાજગીનો મુદ્દો ખુબ ચગેલો છે, ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ મુદ્દાને લઈને જણાવ્યું હતું કે, શિસ્તને લઇ કોઈ પણ બેદરકારી સહન નહીં કરવામાં આવે. 

આગળની રણનીતિને લઇને ચર્ચા
પાંચ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીના 'જી 23' ગ્રુપના ઘણા નેતાઓએ બેઠક કરી, જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરવામાં આવી. રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારી સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news