લવ-જેહાદ મુદ્દે ગૃહમંત્રી લાલઘૂમ: 'કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી નહીં લેવાય'
Love Jihad: પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની આ મુદ્દે ભઆરે નારાજગી દર્શાવી છે. નામ બદલીને કોઈ પણ ભોળી દીકરીઓને ફસાવે તેને પ્રેમ ન કહેવાય. પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. પ્રેમ કરવાનો હક તમામને છે.
Trending Photos
સુરત: આજે ઈ-એફઆરઆઈની જાગૃતના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં લવજેહાદ મામલે ગૃહ રાજ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રેમ કરવાનો તમામને હક છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નામ બદલીને યુવકો યુવતીઓને ફસાવે છે. આ વાતને લઈને આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની આ મુદ્દે ભઆરે નારાજગી દર્શાવી છે. નામ બદલીને કોઈ પણ ભોળી દીકરીઓને ફસાવે તેને પ્રેમ ન કહેવાય. પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. પ્રેમ કરવાનો હક તમામને છે. પરંતુ પોતાની ઓળખાણ છતી કરીને... પરંતુ કોઈ મુસ્તફા- મહેશ બનીને પ્રેમ કરે તો તે સમાજની વયવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર કોઈ પણ ફરિયાદ અમને મળશે તો તે બાબતે કડક પગલાં ભરવામાં આવશે તેવી બાહેધારી હું સૌને આપું છું.
કોઈ મુસ્તફા- મહેશ બનીને પ્રેમ કરે તે નહીં ચલાવી લેવાય: લવજેહાદ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ #LoveJihad #Gujarat #ZEE24Kalak pic.twitter.com/Sg5UgQQJYd
— Zee 24 Kalak (@Zee24Kalak) August 5, 2022
ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ તેની સાથે જોડાયેલા વિષયો પર રાજનીતિ શરૂ થાય છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે હલ્લાબોલ કર્યો છે. 5000 કરોડનું ડ્રગ્સ એક વર્ષના ગુજરાત પોલીસે પકડ્યું છે. દેશના કહેવાતા યુવા નેતાએ કહ્યું કે ગુજરાતમાં ડ્રગ પકડાય છે. દેશની જનતા સમજે છે પરંતુ જેને દેશ ચલાવવાનું સ્વપ્નું છે એને સમજ નથી પડતી. રાહુલ ગાંધી પર નામ લીધા વગર ગૃહમંત્રીએ આકરા પ્રહાર કર્યા હતા.
સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરવામાં આવે છે. ગોળી ખાવા તૈયાર ગુજરાત પોલીસે પંજાબ-મહારાષ્ટ્ર જતું અટકાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સ જોડે રાજનીતિ કરતી વ્યક્તિ આ દેશનો દુશ્મન છે. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે