Gujarat Congress: લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ ઘડાઈ! ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાઇ મહત્વપૂર્ણ જવાબદારી
અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી.
Trending Photos
Loksabha Election 2023: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રભારીએ સિનિયર નેતાઓ સાથેની બેઠક બાદ જવાબદારીઓ નક્કી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારીઓ સોપાઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરી પ્રદેશ પ્રમુખને હવે રિપોર્ટ સોંપશે.
જિલ્લાની સ્થાનિક પરિસ્થિતી, સંગઠનની અસરકારતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજશે. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી એક અહેવાલ તૈયાર કરાશે. જે નેતાઓને જવાબદારી મળી છે, તેમાં શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે જગદીશ ઠાકોરને પૂર્વ-પશ્ચિમ અમદાવાદ, સાબરકાંઠાની જવાબદારી, સિદ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણાની જવાબદારી, અર્જૂન મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છની જવાબદારી અને ભરતસિંહ સોલંકીને પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ પ્રમુખઓ, જે તે લોકસભા બેઠકનો પ્રવાસ કરશે અને ત્યાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજશે.
આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમો અને સંગઠન નિમંણૂક પર ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોને લોકસભાની બે થી ત્રણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાં તે લોકસભા બેઠકોમાં તાત્કાલીક પ્રવાસ કરશે અને સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની આગામી ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સ્થાનિક સામાજીક સમિકરણો અને સ્થાનિક પ્રશ્નો, પક્ષના કાર્યક્રમો, પ્રજાકીય આંદોલનો અંગે ગહન પ્રવાસ કરશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંપૂર્ણ અહેવાલ આપશે. રાજ્યની હાલની સ્થિતી અને લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સિનિયર આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને લઇ તેમના સૂચનો રજૂ કર્યા હતા.
ગુજરાતના કોંગ્રેસ સંગઠનના 33 જીલ્લા અને 8 શહેરોના પ્રમુખો સાથે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારોનુ વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જિલ્લા તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4000 કિમી. જેટલી પધ્યાત્રા કરીને ઐતિહાસિક રેક્ડ બનાવ્યો છે.
આપ સૌ શહેર- જીલ્લાના સંગઠનના વડા તરીકે સ્થાનિક મુદ્દાને લઇને જનસંપર્ક અભિયાનને પદયાત્રાના માધ્યમથી વેગવતુ બનાવશો તો સફળતા ચોક્કસ મળશે. પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારને મહત્વ મળશે અને જે લોકો સંગઠનમાં જવાબદારી હોવા છતાં પક્ષના કાર્યક્રમ માટે સમય આપી શકતા નથી અથવા તો આપવા માંગતા નથી તેઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવા લોકોને તક અપાશે. જવાબદારો સાથે જવાબદેહી પણ નક્કી કરાશે.
33 જિલ્લા અને 8 મહાનગરોના સંગઠનના પ્રમુખો સાથેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. હાથ સે હાથ જોડો અભિયાનનો સભ્ય નોંધણી ઝુંબેશ માટે સોંપાયેલી કામગૌરી સત્વરે પૂર્ણ કરવી જરૂરી છે. સ્થાનિક પ્રશ્નો સાથે વધુમાં વધુ જનસંપર્ક અભિયાન અસરકારક બનાવવા માટે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નર્મદાના પુથી નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લામાં ભારે નુકસાન થયું છે. સરકારે નજીવી સહાય કરીને અસરગ્રસ્તોની મશ્કરી કરી છે, ત્યારે અસરગ્રસ્તોને પુરતુ વળતર મળે તે માટે કોંગ્રેસ પક્ષ તમામ લડાઇ લડો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે