ગુજરાતના બોર્ડ નિગમમાં નિમણૂંકને લઈ મહત્વના સમાચાર, ટૂંક સમયમાં થશે જાહેરાત, યુવા ચહેરાઓને મળશે સ્થાન!

બોર્ડ નિગમના ચેરમેન વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરોના નામથી આગામી સપ્તાહમાં જાહેરાત થશે. ચૂંટણી દરમ્યાન જે નેતાઓને પડતા મુકાયા હતા એમનો બોર્ડ નિગમમાં  સમાવેશ થઈ શકે છે. ચૂંટણી સમયે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ સ્થાન મળી શકે છે

ગુજરાતના બોર્ડ નિગમમાં નિમણૂંકને લઈ મહત્વના સમાચાર, ટૂંક સમયમાં થશે જાહેરાત, યુવા ચહેરાઓને મળશે સ્થાન!

ઝી બ્યુરો/અમદાવાદ: BJP બોર્ડ નિગમની નિમણૂંકને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. BJP board રાજ્યના મહત્વના બોર્ડ નિગમમાં નિમણૂંકનો દોર શરૂ થશે. છેલ્લા કેટલાય સમયથી 60થી વધુ બોર્ડ નિગમમાં જગ્યા ખાલી છે. ત્યારે ચૂંટણી પહેલા મોટા ભાગમાં બોર્ડ નિગમમાં ચેરમેન પદેથી રાજીનામા લેવાયા હતા. 

બોર્ડ નિગમના ચેરમેન વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરોના નામથી આગામી સપ્તાહમાં જાહેરાત થશે. ચૂંટણી દરમ્યાન જે નેતાઓને પડતા મુકાયા હતા એમનો બોર્ડ નિગમમાં  સમાવેશ થઈ શકે છે. ચૂંટણી સમયે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ સ્થાન મળી શકે છે. કેટલાક યુવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે.  

વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ બોર્ડ નિગમની ભરતીની કવાયત હાથ ધરાઈ હતી. જો કે કેટલાક નામો પર સર્વ સંમતિ ના સધાતા નામોની જાહેરાત અટવાઈ છે. બોર્ડ નિગમમાં ભરતી માટે કેન્દ્ર સરકારના નિયમોનો અભ્યાસ કરાયો હતો. જો કે મહંદ અંશે નામો નક્કી થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. આગામી સપ્તાહથી જાહેરાત થઈ શકે છે. થોડા દિવસોમાં બોર્ડ નિગમમાં નિમણૂકની જાહેરાત થશે. પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટે નામોની યાદી મંગાવી છે.

ગુજરાત સરકારના બોર્ડ અને નિગમોમાં રાજકીય હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા આરંભાઇ છે. 60થી વધુ બોર્ડ નિગમમાં ઘણા સમયથી ઘણી જગ્યાઓ ખાલી છે, ત્યારે વર્ષ 2022ની ચૂંટણી અગાઉ હોદ્દેદારોના રાજીનામા લેવામાં આવતા આ જગ્યા ખાલી પડી છે. ત્યારે પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટે નામોની યાદી મંગાવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ, સાંસદ સહિતના હોદ્દેદારો પાસે નામો મંગાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડ નિગમમાં અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો પણ સમાવેશ કરાશે.

રાજ્યમાં હાલ અંદાજે 60થી વધુ બોર્ડ નિગમ છે, જેની નિમણૂંકો બાકી છે. જેમાં જીએમડીસી, ટૂરીઝમ, પવિત્ર યાત્રાધામ, ગૌણ સેવા પસંદગી બોર્ડ જેવા બોર્ડ નિગમોમાં જગ્યા ખાલી છે. લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણૂંક માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news