LRD ભરતી મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર: બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આજે કહેલી આ વાતો જાણી લેજો...

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમે 10 હજારથી વધુ જગ્યાઓ સામે 21 હજારથી વધુને બોલાવાયા છે. જેમણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જૂલાઇ મહિનામાં થશે.

LRD ભરતી મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર: બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આજે કહેલી આ વાતો જાણી લેજો...

LRD Exam Results: લોકરક્ષક ભરતી દળ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે લોક રક્ષક ભરતી પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કર્યું છે. જે તે કેટેગરીના જગ્યા કરતા બમણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમે 10 હજારથી વધુ જગ્યાઓ સામે 21 હજારથી વધુને બોલાવાયા છે. જેમણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જૂલાઇ મહિનામાં થશે. જેનો અલગથી કોલલેટર મોકલાશે. PSIની પરીક્ષા આપનારનું આખરી પરિણામ આવ્યા બાદ તેમને લોકરક્ષક ભરતીની ડોક્યુમેંટ ચકાસણી માટે બોલાવાશે. લોકરક્ષકમાં વેઈટીંગ લિસ્ટ હોતું નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તેમને પસંદગીનો વિકલ્પ મળશે. તમે શેમાં જવા માંગો છો તેનો પસંદગી ક્રમ વેરિફિકેશન સમયે લેવાશે. ફાઇનલ યાદી સમયે તે અંગે ફરી જાહેરાત થશે.

હસમુખ પટેલે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી દળ પરીક્ષામાં ગેરરીતિ કરનાર 14 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. તેમની યાદી વેબસાઈટ પર મૂકી છે. તેમને આગામી પરીક્ષાઓમાંથી ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે. 20 ઓગસ્ટ આસપાસ અમે અંતિમ યાદી જાહેર કરી શકીશું. પણ તે PSIના પરિણામ બાદ સ્પષ્ટ થશે. આ વખતે બોર્ડે નિર્ણય કર્યો છે કે જે લોકો કોઈપણ રીતે ગુનામાં સંડોવાયેલા છે તેમને પૂરતી તક આપીને ગેરલાયક ઠેરવીએ છીએ. ગઇકાલે વેબસાઈટ પર એ વિગતો મૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news