ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય


કોર્ટે કહ્યું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા તે કાયદાથી વિપરીત છે. 
 

ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને અસર કરતો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂક પર કામ કરતા હોય કે ફિક્સ પગારમાં કામ કરતા હોય તેવા કોઈપણ કર્મચારીને ખાતાકીય તપાસ કર્યા વિના છુટા કરી શકાશે નહીં. 

હાઈકોર્ટમાં ચાલી રહેલા એક મામલા પર કોર્ટે કહ્યું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા તે કાયદાથી વિપરીત છે. આ અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. ફિક્સ પગારના કર્મચારીઓ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ કોર્ટે ફગાવી દીધી છે. 

તહેવારો પર કોરોનાની અસર, રાખડી બજારમાં મંદીનો માહોલ

શું પડશે આ નિર્ણયની અસર
રાજ્ય સરકારના અનેક વિભાગોમાં લાખો કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરી રહ્યાં છે. તેમના ફિક્સ પગારના સમયમાં જો કોઈ અડચણ આવે ત્યારે તેમને કોઈપણ તપાસ કર્યા વગર છુટા કરી દેવામાં આવે છે. પરંતુ હાઈકોર્ટના નિર્ણય બાદ જો કોઈ ફિક્સ પગારના કર્મચારી સામે કોઈપણ વિવાદ હોય અથવા કોઈ બાબત તને તો તેની ખાતાકીય તપાસ ફરજીયાત કરવામાં આવશે. જ્યાં સુધી આ તપાસ ન થાય ત્યાં સુધી સરકાર કોઈ કર્મચારીને નોકરીમાંથી છુટા કરી શકશે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news