ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Red Alert In Gujarat : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ અલર્ટ

ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 3 ડેમ છલકાતાં હાઈ એલર્ટ પર મૂકાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 7 ઈંચ વરસ્યો છે. તો જામનગરના ધ્રોલમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત થયા છે. ભુજમાં વીજળી પડતાં એક ગાયનું મોત નિપજ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. હવામાન વિભાગન અપડેટ અનુસાર, સવારે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક સામે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કરાયું છે. 

આગામી ત્રણ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ આવશે

  • દ્વારકા, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, કચ્છ અને, દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 
  • જામનગર, પાટણ, સાબરકાંઠા,રાજકોટ અને, ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી 
  • બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી બોટાદમાં હળવા વરસાદની આગાહી 
  • અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં હળવા વરસાદની આગાહી 
  • વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી

આજે અનેક જિલ્લાઓ રેડ એલર્ટ પર
રાજ્યમાં વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ અપાયું છે. આજે વલસાડ, પોરબંદર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી છે. તો સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને, દીવમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને, તાપીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને મોરબીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

ત્રણ ડેમ છલકાયા
અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-૩ અને રૂપારેલ, રાજકોટના આજી-૨ અને ન્યારી-૨ તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.

20 જુલાઈ સુધીની આગાહી
તો બીજી તરફ, ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે. 

મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદી ની સ્થિતિ રહેશે 

જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news