હવામાન વિભાગની મોટી આગાહી; આગામી 13 વર્ષમાં અમદાવાદ માટે કપરાં ચઢાણ, ગુજરાતમાં જોવા મળશે ધાતક અસર
અરવલ્લીમા મંગળવારે સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન તો સાબરકાંઠા 18, મહેસાણા,બનાસકાંઠા 17 જયારે પાટણમાં સૌથી ઓછું 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારે આગામી દિવસોમા અસહ્ય ગરમીની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ અમદાવાદ: ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતનમા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. તેમ છતાં રાત્રે અને વહેલી સવારે ભેજ વાળા પવનો કારણે સામાન્ય ઠંડી પણ જોવા મળી રહી છે. અરવલ્લીમા મંગળવારે સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન તો સાબરકાંઠા 18, મહેસાણા,બનાસકાંઠા 17 જયારે પાટણમાં સૌથી ઓછું 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારે આગામી દિવસોમા અસહ્ય ગરમીની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
IMDની આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જોવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.
વિશ્વની સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો એ છે જળવાયુ પરિવર્તન. ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશો જળવાયુ પરિવર્તનનો શિકાર બની રહ્યા છે. જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ લેવામાં નહીં આવે તો દુનિયાએ માઠા પરિણામ ભોગવવા પડશે. ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે વર્ષ 2035 સુધીમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં વસવાટ ધરાવનાર 1.10 કરોડ લોકો પર આગ ઝરતી ગરમીનું ગંભીર સંકટ સર્જાઈ શકે છે, એટલે કે શહેરની આટલી વિશાળ પ્રજા ભટ્ઠીની આગની માફક ગરમીમાં સેકાવું પડી શકે છે.
ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ(આઈપીસીસી)ના રિપોર્ટમાં પણ આ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાતાવરણ બદલવાને કારણે જરૂર કરતા વધારે અથવા ઓછો વરસાદ, પૂરની સ્થિતિ અથવા અતિશય ગરમીનો સામનો કરવો પડી શકે છે. આટલુ જ નહીં, વધતા તાપમાનને કારણે ભારતમાં કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે