દીવમાં વોટર સ્પોર્ટ્સની બિનકાયદેસર ચાલતી હાટડીઓ, દંપત્તી સેંકડો ફૂટ હવામાં ફંગોળાયું
Trending Photos
દીવ : કોરોનાથી કંટાળેલા ગુજરાતીઓ આ દિવાળીએ ગુજરાતની આસપાસ આવેલા સ્થળોએ ફરવા માટે નિકળી ગયા હતા. તેવામાં આબુ, દીવ, દમણ અને ગોવા જેવા સ્થળો પર પ્રવાસીઓનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. આબુને છોડીને બાકીના તમામ સ્થળો દરિયા કિનારે હોવાનાં કારણે પ્રવાસીઓ વોટર રાઇડ્સનો પણ આનંદ ઉઠાવ્યો હતો.
જો કે દિવમાં આજે એક આધાતજનક દુર્ઘટના બની હતી. પેરાગ્લાઇડિંગનો આનંદ ઉઠાવી રહેલી મહિલાને ખબર પણ નહોતી કે તેને ખુબ જ કડવો અનુભવ થશે. બોટ સાથે બાંધેલું દોરડું અચાનક તુટી જતા અવકાશમાં વિહરી રહેલી મહિલા ફંગોળાઇ હતી. થોડે આગળ જઇને તે પટકાઇ હતી. જેના કારણે તેને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી.
જો કે આ સમગ્ર વોટર એન્ડવેન્ટરનું કામકાજ દીવના જ એક નાનકડના ગામના સરપંચનો દિકરો કરતો હોવાથી દીવ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું હતું. જો કે તપાસમાં સામે આવ્યું કે, આ વોટર રાઇડ માટે જરૂરી લાયસન્સ પણ લેવામાં આવેલા નથી. ઉપરાંત મોટા ભાગનાં નિયમોને પણ માળીયે ચડાવીને આ સમગ્ર કૌભાંડ ચલાવાઇ રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે