તલાટીને લગતુ કામ હોય તો પતાવી દેજો, ફરી એકવાર તલાટીઓએ લડાયક મુડમાં

છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી રાજ્યના તલાટી-મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત અને માંગણી કરવામાં આવી છે, જેનું અત્યાર સુધી કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતા રાજકોટ સહિત રાજ્યના તલાટી- મંત્રી ઓ એ આજે કાળી પટ્ટી લગાડી વિરોધ નોંધાવ્યો હતો. સમાન કામ સમાન વેતન સહિત વિવિધ મુદ્દાઓને લઈને રાજકોટના તલાટી- મંત્રીઓ એ આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા તેઓની માંગણી વહેલી તકે પૂરી કરવા રાજ્ય સરકારના અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. 
તલાટીને લગતુ કામ હોય તો પતાવી દેજો, ફરી એકવાર તલાટીઓએ લડાયક મુડમાં

રાજકોટ : છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી રાજ્યના તલાટી-મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત અને માંગણી કરવામાં આવી છે, જેનું અત્યાર સુધી કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતા રાજકોટ સહિત રાજ્યના તલાટી- મંત્રી ઓ એ આજે કાળી પટ્ટી લગાડી વિરોધ નોંધાવ્યો હતો. સમાન કામ સમાન વેતન સહિત વિવિધ મુદ્દાઓને લઈને રાજકોટના તલાટી- મંત્રીઓ એ આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા તેઓની માંગણી વહેલી તકે પૂરી કરવા રાજ્ય સરકારના અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. 

ગુજરાત રાજ્ય તલાટી - મંત્રી મહામંડળના નેજા હેઠળ આ વિરોધ નોંધાયો હતો. જેમાં ન માત્ર પુરુષ કર્મચારીઓ પણ મહિલા કર્મચારી પણ વિરોધમાં જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના રાજકોટ પ્રમુખ ચિરાગ ગરૈયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ વિવિધ પડતર માંગણીઓને લઈને રજુઆત કરી છે. જેનો આજ દિવસ સુધી કોઈ નિરાકરણ થયો નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર તલાટી મંત્રીઓની પડતર માંગીઓ નહીં પુરી કરે તેઓ કાળી પટ્ટી લગાડી વિરોધ નોંધાવશે  કારણ કે કર્મચારીઓનું ધૈર્ય ખૂટી ગયું છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 300 થી વધુ  કરવાંચારીઓ વિરોધમાં જોડાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news