ઈડરની અનોખી ગાથા: પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે અડીખમ ઉભેલું શહેર એટલે ઇડર
ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નામ પરથી ઈલ્વદુર્ગ નામ પડ્યું એવું કહેવાય છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા અજય ઈડરીયા ગઢનુ અનેરુ મહત્વ છે. તો ગઢ પર તમામ ઘર્મના મંદિર, મસ્જીદ અને જૈન દેરાસર પણ આવેલા છે તો આ બધાથી અલગ જ ઈડરની અનોખી ગાથા છે અને જેને લઈને અહિના લગ્ન ગીતો પણ ગવાતા હોય છે. તો અજેય ગણાતા ઇડરનાં ગઢ એ જીતનું પ્રતિક છે.
હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢના ગૌરવપદ ઈતિહાસ પણ છે તો મહિલાઓ પણ આ ગઢ ને લઈને લગ્ન ગીતો ગાઈ રહ્યા છે. અમે ઈડરીયો ગઢ જીત્યા રે રાજ આનંદ ભર્યો.અમદાવાદથી ૧૨૦ કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું ઇડર. એક ઐતિહાસિક નગર છે. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની શીલાઓ. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે અડીખમ ઉભેલું શહેર એટલે ઇડર. ઉનાળામાં ધગધગતું શહેર એટલે ઇડર. સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું શહેર એટલે ઇડર. વિશાલ શિલાઓના લીધે ઇડર અત્યાર સુધી અજેય એટલે કે જીતી નાં શકાય તેવું ગણાતું ઈડર.
સમુદ્રની સપાટીથી ૧૯૫ મીટર એટલે કે ૬૩૯ ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢ પર ચઢાણ કરતા જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે.વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો અહિ આવતુ પાણી પણ એટલુ શુધ્ધ છે કે તે પીવાથી શરીરના રોગ પણ દુર થાય છે.તો અહિ આવતા તમામ પ્રવાસી પહેલા તો ઝરણેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ ઈડર ગઢ પર જાય છે.
ઈડર ગઢ પર આવેલ સ્થાપત્યો અને મંદુરની વાત કરીએ તો અહિ દોલત વિલાસ પેલેસ કે જે રાજ મહેલ તરીકે ઓળખાય છે. મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી મહાદેવ, ઉત્તર મુખી હનુમાનજી મંદિર, મહાકાલી મંદિર, હિંગળાજ માતાનુ મંદિર, વજેશ્વરી માતાનુ મંદિર, જૈન મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે. તો ગઢ પર ગુફાઓ પણ આવેલ છે અને જ્યા અનેક લોકો બેસીને તપ પણ કરતા હોય છે. તો પેલેસ પણ એક આગવુ નજરાણુ ગણાય છે જેનુ બાંધકામ પણ કંઈક અલગ જ રીતે કરવામાં આવેલ છે. જેના કારણે સુર્યનો તળકો સીધો પડતો જ નથી અને ગરમીમાં પણ અહિ તાપમાન નીચુ હોય છે.
ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નામ પરથી ઈલ્વદુર્ગ નામ પડ્યું એવું કહેવાય છે. સંસ્કૃતમાં ઈલ્વનો અર્થ થાય છે કિલ્લો અને દુર્ગનો અર્થ થાય છે મુશ્કેલ. જે કિલ્લાને જીતવો અશક્ય હોય એ ઈલ્વદુર્ગ અને આ ઈલ્વ દુર્ગનું સમયાન્તરે અપભ્રંશ થયું ઇડર. એક લોકવાયકા પ્રમાણે ઈસ્વીસન ૨૭૪૨ પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતા ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર વેણી વચ્છરાજ રાજ કરતો. વેણી વચ્છરાજાનાં માતા જ્યારે સગર્ભા હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરોમાં લાવેલો.અને એટલે જ તો અહિ લોકો વન ડે પીકનીક અને ફોટોગ્રાફીની મજા માણે છે.
આ પ્રદેશ પર ભીલ, સિસોદીયા, રાઠોડ, રાવ, પરમાર, પઢિયાર, સોઢ અને બ્રાહ્મણ રાજાઓએ રાજ કર્યું છે. ઇડરે પોતાનો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આજ દિન સુધી સાચવી રાખ્યો હોય તેવું તેના સ્થાપત્યો પરથી જણાય છે. અહીંના પ્રાચીન મંદીરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે. આ તો વાત થઈ ઈડરના ગૌરવ વંતા ઈતિહાસની પણ આજ ઈડરીયા ગઢ પર એક સંકટ આવીને ઉભું થયું છે શુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે