Afghanistan: હેલમંદ ઉપર પણ તાલિબાનનો કબ્જો, બ્રિટને કહ્યું- Al Qaeda ની વાપસી થશે

બ્રિટનના રક્ષામંત્રી બેન વાલેસે (Ben Wallace) શુક્રવારે કહ્યું કે અફઘાનિસ્તાન સિવિલ વોર તરફ આગળ વધી રહ્યું છે અને ક્ષેત્રમાં હાલાત સતત બગડવાની સાથે સાથે આતંકવાદી સંગઠન અલ કાયદા (Al-Qaeda) કદાચ ફરીથી વાપસી કરશે.

Afghanistan: હેલમંદ ઉપર પણ તાલિબાનનો કબ્જો, બ્રિટને કહ્યું- Al Qaeda ની વાપસી થશે

લંડન: બ્રિટનના રક્ષામંત્રી બેન વાલેસે (Ben Wallace) શુક્રવારે કહ્યું કે અફઘાનિસ્તાન સિવિલ વોર તરફ આગળ વધી રહ્યું છે અને ક્ષેત્રમાં હાલાત સતત બગડવાની સાથે સાથે આતંકવાદી સંગઠન અલ કાયદા (Al-Qaeda) કદાચ ફરીથી વાપસી કરશે. અફઘાનિસ્તાનમાં બચેલા  બ્રિટનના બાકી સૈનિકોની સુરક્ષિત વાપસી માટે લગભગ 600 વધારાના સૈનિકો મોકલવાના સરકારના નિર્ણય અંગે બ્રિટનના મીડિયા સંસ્થાનોને જાણકારી આપી રહ્યા હતા ત્યારે તેમણે આ વાત જણાવી. 

સિવિલ વોર તરફ આગળ વધી રહ્યા છે
વાલેસે કહ્યું કે મને લાગે છે કે આપણે ગૃહ યુદ્ધ (Civil War) તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે અફઘાનિસ્તાનથી મે મહિનામાં અમેરિકા દ્વારા સૈનિકોની વાપસીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'મને એ વાતની ખુબ ચિંતા છે કે અસફળ દેશ આ પ્રકારના લોકોના પોષવાનું કેન્દ્ર બની રહ્યા છે. નિશ્ચિતપણે હું ચિંતિત છું. આથી મે કહ્યું હતું કે મને લાગે છે કે આ યોગ્ય સમય નહતો.' અત્રે જણાવવાનું કે બ્રિટનના રક્ષા મંત્રાલયે જાહેરાત કરી હતી કે કાબુલમાં બ્રિટિશ દૂતાવાસમાં કામ કરતા કર્મીઓની સંખ્યા ઓછી કરવામાં આવી છે. માત્ર જરૂરી સેવાઓ અપાઈ રહી છે. 

હેલમંદ પ્રાંત પર તાબિલાનનો કબ્જો
અફઘાનિસ્તાનના જે દક્ષિણી સૂબા હેલમંદને છેલ્લા 20 વર્ષમાં તાલિબાનથી બચાવવાની બ્રિટિશ સેના કોશિશ કરતી રહી, તેના પર હવે તાલિબાને કબ્જો જમાવી લીધો છે. હેલમંદની રાજધાની લશ્કર ગાહ પર તાલિબાનના કબ્જાની શુક્રવારે થયેલી પુષ્ટિની ગુંજ બ્રિટનમાં સંભળાઈ રહી છે કારણ કે અમેરિકા અને નાટો ગઠબંધનની સાથે અફઘાનિસ્તાનમાં લડતા જે 457 બ્રિટિશ સૈનિકોના મોત થયા તેમાંથી મોટાભાગના સૈનિકોએ હેલમંદ પ્રાંતમાં જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2006થી 2014 સુધી હેલમંદનો કેમ્પ બેસ્ટન કોમ્પ્લેક્સ બ્રિટિશ સૈન્ય અભિયાનનું મુખ્યાલય રહ્યું. 

તાલિબાનનો બે તૃતિયાંશ ભાગ પર કબ્જો
તાલિબાનનો અફઘાનિસ્તાનના બે તૃતિયાંશ ભાગ પર કબ્જો જામી ગયો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે બ્રિટિશ સૈનિક હેલમંદમાં અમેરિકી સૈનિકોની 11 સપ્ટેમ્બર સુધી વાપસીની યોજના સુધી ત્યાં કેમ ન રહ્યા. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એપ્રિલમાં અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવવાની જાહેરાત કરી હતી. તેમના નિર્ણય બાદ બ્રિટન સહિત નાટો ગઠબંધનના દેશોએ પણ પોત પોતાના સૈનિકોની વાપસીની જાહેરાત કરી. બ્રિટનમાં કંઝર્વેટિવ પાર્ટીની પૂર્વની સરકારમાં રક્ષામંત્રી રહેલા અને અફઘાનિસ્તાનમાં સેવા આપી ચૂકેલા જોની મર્સરે કહ્યું કે બાઈડને મોટી ભૂલ કરી છે. પરંતુ બ્રિટને તેમનું અનુકરણ કરવું જોઈતું નહતું અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહાયતા બળમાં નાટોના અન્ય દેશોની સાથે સહયોગ ભેગો કરવો જોઈતો હતો. મર્સરે કહ્યું કે આ વિચાર કે આપણે એકતરફી રીતે પગલું ભરી શકતા નહતા અને અફઘાન સુરક્ષા દળોનું સમર્થન કરી શકતા નહતા, તે યોગ્ય નથી. અફઘાનિસ્તાનની સુરક્ષાને સમર્થન કરવાની રાજનીતિક ઈચ્છાશક્તિ નહતી અને તે કારણે અનેક લોકોના જીવ જશે. આ મારા માટે ખુબ અપમાનજનક છે. 

US નું અનુકરણ કર્યા સિવાય કોઈ ચારો નથી
બ્રિટેનના રક્ષામંત્રી બેલ વાલેસે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે પરંતુ કહ્યું કે સરકાર પાસે અમેરિકાનું અનુકરણ કર્યા સિવાય કોઈ ચારો નહતો. વાલેસે દાવો કર્યો કે અફઘાનિસ્તાનમાં રહેલા ચાર હજાર બ્રિટિશ સૈનિકોને પાછા લાવવામાં મદદ માટે લગભગ 6000 સૈનિકોને મોકલવાનો નિર્ણય અફડાતફડીમાં તત્કાળ નથી લેવાયો. પરંતુ આ યોજના મહિનાઓ પહેલા બનાવવામાં આવી હતી. આ અગાઉ અમેરિકાએ ગુરુવારે કહ્યું કે તે અફઘાનિસ્તાનની મદદ કરવા અને કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસથી થોડા કર્મચારીઓને કાઢવા માટે 3000 વધારાના સૈનિકો મોકલી રહ્યું છે. 

સૈનિકોની વાપસીનો નિર્ણય ખતરનાક
નોંધનીય છે કે ગઠબંધન દળોના પુર્નગઠન હેઠળ બ્રિટને વર્ષ 2006માં પોતાના સૈનિકોને હેલમંદ મોકલ્યા હતા. શરૂઆતમાં તેમનું કાર્ય સ્થિરતા અને પુર્નનિર્માણ પરિયોજનાઓને સુરક્ષા આપવાનું હતું. પરંતુ જલદી બ્રિટિશ સૈનિક પણ સૈન્ય અભિયાનમાં સામેલ થઈ ગયા. હેલમંદનો કેમ્પ બેસ્ટન બ્રિટિશ ઓપરેશન હેરિકનું મુખ્યાલય બન્યું જ્યાં લગભગ 9500 બ્રિટિશ સૈનિકો તૈનાત હતા. યેલ યુનિવર્સિટીમાં વરિષ્ઠ રિસર્ચર, બ્રિટિશ સરકારના પૂર્વ આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી તથા લેખક રોરી સ્ટીવર્ટે અફઘાનિસ્તાનથી સૈનિકોના નિર્ણયની ટીકા કરી હતી અને આ બિનજરૂરી ખતરનાક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેનાથી લાખો અફઘાન શરણાર્થી બની જશે. આપણે રાતોરાત વધુ એક સિરીયા બનાવી દીધુ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news