ગુજરાતના કથળેલા શિક્ષણની પોલ ખોલનાર IAS ઓફિસરના થયા વખાણ, ‘પાટીદારપણું બતાવી સત્ય કહ્યું’

IAS Officer Dhaval Patel Letter : છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળેલી હોવાનો દાવો... IAS અધિકારી ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી કર્યો ખુલાસો.... ધો.8ના વિદ્યાર્થીઓને વાંચતા-લખતાં આવડતું ન હોવાનો કર્યો ઉલ્લેખ... 

ગુજરાતના કથળેલા શિક્ષણની પોલ ખોલનાર IAS ઓફિસરના થયા વખાણ, ‘પાટીદારપણું બતાવી સત્ય કહ્યું’

Gujarat Education અતુલ તિવારી/અમદાવાદ : છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. IAS અધિકારી ધવલ પટેલે  પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. જે બાદ શિક્ષણ વ્યવસ્થા પર સવાર ઉઠ્યા છે. ધવલ પટેલે  શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુરની છ શાળાની મુલાકાત લીધી હતી. જે બાદ  છ ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો છે. શિક્ષણનું સ્તર અત્યંત નિમ્ન હોવાનો ધવલ પટેલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે..પત્રમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,  ધોરણ 8ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ નથી આવડતું. બાળકોને સમાનાર્થી અને વિરોધી જેવા સામાન્ય શબ્દનો અર્થ ખબર ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.. વાંચતા-લખતા ન આવડતું હોવા છતાં વિદ્યાર્થીઓ પાસ થયા હોવા પર ધવલ પટેલે  સવાલ ઉઠાવ્યા છે..છ માંથી માત્ર એક જ શાળાના બાળકોના વ્યવસ્થિત શિક્ષણ મળતું હોવાનો ધવલ પટેલનો દાવો છે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ધવલ પટેલે ઉઠાવેલા આ સવાલો અંગે તેમના વખાણ કર્યા છે. 

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખ્યો છે. શાળા પ્રવેશોત્સવ સમયે છોટાઉદેપુરની 6 શાળાઓની કરેલી મુલાકાત અને અનુભવેલી પરિસ્થિતિઓ અંગે લખેલા પત્ર મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ધવલ પટેલના વખાણ કરતા કહ્યું કે, બહુ સારું, બહુ સારું, તમે સારા અમે સારાને બદલે જે પાટીદારપણું બતાવી સત્ય કહ્યું અને લેખિતમાં લખ્યું છે એ બદલ અભિનંદન. શિક્ષણ ધીમે ધીમે અધોગતિ તરફ જઈ રહ્યું છે. 

આ સાથે જ ભાસ્કર પટેલે શિક્ષણની જવાબદારી રાજ્યના કોઈ IAS અધિકારીને આપવામાં આવે તેવી માંગ કરી છે. તેઓએ કહ્યું કે, સ્થાનિક IAS ને ખ્યાલ હોય કે ગામડામાં શુ સ્થિતિ હોય છે, બહારના IAS પણ સારા અધિકારી હોય છે પણ સ્થાનિક સમસ્યાઓ અંગે ચોક્કસ ખ્યાલ નથી હોતો. રાજ્યમાં કયાં જિલ્લામાં શુ સ્થિતિ છે, એ રાજ્યમાં રહેતો વ્યક્તિ સારી અને સરળ રીતે સમજી શકે છે. 

ભાસ્કર પટેલે કહ્યું કે, હું ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું છું, કેબિનેટમાં નિર્ણય લો કે ગુજરાતની કોઈપણ સ્કૂલમાંથી શિક્ષકોને લઈ અન્ય કામમાં નહીં લગાડીએ, તો જ શિક્ષણ સુધરશે. 1971 થી શિક્ષણ વ્યવસ્થા જોઈ રહ્યો છું, મારો અનુભવ છે કે છેલ્લા 15 વર્ષમાં શિક્ષણનો ગ્રાફ નીચો ગયો છે. ગુજરાતના છોકરાઓને અભણ રાખવાનો નિર્ણય હાલ શિક્ષણ વ્યવસ્થામાં બેઠેલા વડીલો કરી રહ્યા છે. હાલની શિક્ષણ વ્યવસ્થા એવી છે કે, આપણા બાળકો અન્ય રાજ્યમાં મજૂરી કરવા મજબુર બનશે. શિક્ષકો આ અંગે દોષિત નથી, એમની પાસેથી શિક્ષણ સિવાય અન્ય કામ કરાવવામાં આવે છે, શિક્ષક વર્ગખંડમાં હોય તો જ પરિણામ મળશે. અન્ય વિભાગના કર્મચારીઓને બીજા કામ નથી સોંપવામાં આવતા નથી. 

તેમણે એવુ પણ કહ્યું કે, સરકારે શિક્ષણ માટે જે જરૂરી ખર્ચ કરવાની જરૂર છે, એ કરે. ગામમાં સ્કૂલ ચાલશે તો જ બાળકો ભણશે. વિદ્યાર્થી ઓછા થાય એટલે સ્કૂલ બંધ કરે છે, સ્કૂલો બંધ થશે તો બાળકો દૂર અભ્યાસ કરવા નહીં જાય પણ ખેતરોમાં મજૂરી માટે જતા થઈ જશે.

ધવલ પટેલના આરોપ પર સરકારની સ્પષ્ટતા
શિક્ષણ પર IAS ધવલ પટેલની હૈયા વરાળ કોઈ વાયરલ પત્ર નથી. શિક્ષણ વિભાગના નિયામકને પત્ર મળ્યો હોવાની અધિકારીએ પુષ્ટિ કરી. સરકાર દ્વારા પણ ધવલ પટેલના પત્ર પર જવાબ અપાયો. IAS ધવલ પટેલની ફરિયાદ સરકારને મળી હોવાની સ્પષ્ટતા તકલામા આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે આ વિશે જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પતે પછી દૂરના વિસ્તારો છે, તમામ વિસ્તારમાં સારૂ શિક્ષણ આપવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે. સીએમ બ્રિફિંગ સમયે કહ્યુ કે સારી નહી સાચી વાત સાંભળવી છે. લેકિંગની બાબતો આપશો તો સુધારાનો અવકાશ મળશે. સૂચન કરવા જરૂરી હતા તે વિસ્તારમાં ધવલભાઈએ સમીક્ષા કરી છે. વિદ્યા સમિક્ષા કેન્દ્રની સમીક્ષા થશે, સુધારો કરવા પ્રયત્ન થશે. કોવિડના સમયમાં બાળકોના શિક્ષણ પર અસર થયો છે. વધારે સમય બાળકોના શિક્ષણ પાછળ આપવામાં આવશે. નાનો મોટો વિષય છૂટ્યો હોય ત્યારે સડેલા શિક્ષણ જેવો શબ્દ વાપર્યો છે. આખો હાથી જોવો પડે ત્યારે ખબર પડે શિક્ષણ બાબતે. ડ્રોપ આઉટ રેશિયોમાં બદલાવ આવ્યો છે. 

શિક્ષણ મંત્રીનો જવાબ 
IAS ધવલ પટેલ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવેલા રિપોર્ટ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ પ્રતિક્રિયા આપી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો મને ખ્યાલ આવ્યો છે. સમગ્ર મામલાની વિગત લક્ષી તપાસ કરાવીને રિપોર્ટ મેળવવામાં આવશે. બોર્ડર વિસ્તારમાં કંઈ કઈ ખામીઓ છે તે જાણવા માટે જ રાજ્ય સરકાર દ્વારા સચિવો તેમજ પદાધિકારીઓને આ વખતે મોકલવામાં આવ્યા હતા. બોર્ડર વિસ્તારોમાં જે કમીઓ ખામીઓ છે તે દૂર કરવામાં આવશે. છોટાઉદેપુરમાં જે ક્ષતિઓ સામે આવી છે તેમાં હજુ પણ જે બાબત ઉમેરવાની હશે તે ઉમેરીને શિક્ષકો વાલીઓ સાથે મળીને આગળ વધી ને બાળકોને સારું શિક્ષણ મળે તે દિશામાં કામ કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news