ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ઔડાના અધિકારીઓને પૂછ્યું, ‘શું તમે આવા રસ્તા પર ચાલશો?’

ખુદ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ ટ્વિટ કરીને કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો છે. તેમણે બોપલ થી શાંતીપુરા ચાર રસ્તાની બિસમાર હાલતને લઈને ઔડાના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે. આમ, ખુદ ભાજપશાસિત સરકાર પર ભાજપના નેતાઓને સવાલ ઉઠાવવો પડ્યો છે. 

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ઔડાના અધિકારીઓને પૂછ્યું, ‘શું તમે આવા રસ્તા પર ચાલશો?’

બ્રિજેશ દોશી/ગાંધીનગર :સરકાર નાગરિકો પાસેથી લાખો રૂપિયાનો ટેક્સ વસૂલે છે પણ, તેમ છતાં લોકો ખાડાવાળા રોડ પર ચાલવા મજબૂર બન્યા છે. તેમ છતા કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી. તેમાં પણ ચોમાસામાં રોડ-રસ્તાની હાલત વધુ બિસ્માર થઈ જતી હોય છે. ત્યારે આવામાં ખુદ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ ટ્વિટ કરીને કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો છે. તેમણે બોપલ થી શાંતીપુરા ચાર રસ્તાની બિસમાર હાલતને લઈને ઔડા (Ahmedabad Urban Development Authority)ના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે. આમ, ખુદ ભાજપશાસિત સરકાર પર ભાજપના નેતાઓને સવાલ ઉઠાવવો પડ્યો છે. 

— I.K.JADEJA (@IKJadejaBJP) September 12, 2019

અમદાવાદ શહેર ભાજપના પ્રભારી આઈ.કે.જાડેજાએ ઔડાના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે. બીજેપીના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી?"

બીજેપી ઉપાધ્યક્ષે જે રોડ વિશે ટ્વિટ કરી છે તે બોપલ ચોકડીથી શાંતિપુરા ચોકડી વચ્ચેના રોડની હાલત અત્યંત ખરાબ છે. આ ચોકડી વચ્ચે બે જગ્યાએ ઓવરબ્રિજનું કામ ચાલતુ હોઈ અવરજવર માટે બહુ જ તકલીફ નડી રહી છે. હાલ વરસાદ બાદ આ રસ્તા પર ચાલવુ પણ અઘરુ બની ગયું છે, ત્યારે વાહનો પસાર કરવા જોખમી બન્યા છે. અહી બે જગ્યાએ ઓવરબ્રિજનું કામ ચાલતુ હોઈ, તેમજ વરસાદને કારણે અવરજવર ડાયવર્ટ કરાઈ છે. સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં છે. જેથી વારંવાર ટ્રાફિક જામ થાય છે. વરસાદને કારણે મોટાભાગનો રોડ ધોવાઈ ગયો છે. 

હાલ, રાજ્યભરમાં ટ્રાફિક વિભાગે નવા વ્હીકલ એક્ટને લાગુ કરીને હજ્જારોનો દંડ વાહનચાલકો પાસેથી વસૂલવાનું શરૂ કર્યું છે, ત્યારે વાહનચાલકોને ખાડા-ખાબોચિયાવાળા રોડ પર ચાલવા માટે મજબૂર કરતા ઔડાના અધિકારીઓને કેમ દંડવામાં આવતા નથી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news