સુરતમાં માનવતાએ જ આત્મહત્યા કરી લીધી, નવજાત બાળકી એવી હાલતમાં મળી કે...

3 કલાક પહેલા જ જન્મેલી નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાઓ કચરાના ઢગલામાં તરછોડી દીધી હતી. જેના પગલે યોગ્ય સારવાર નહી મળતા તેનું મોત નિપજ્યું હતું. લિંબાયતના ગણેશનગર-1 માં આવેલા કંઠી મહારાજથી રામ મંદિર તરફ જવાના રસ્તા પરથી આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે લોકો પણ હવે લાગણીહીન થયા હોય તેવું લાગી રહ્યું છે. કોઇએ પોલીસને જાણ કરવાનાં બદલે ત્યાં ફોટો અને વીડિયો ઉતારવાનું પસંદ કર્યું હતું. 
સુરતમાં માનવતાએ જ આત્મહત્યા કરી લીધી, નવજાત બાળકી એવી હાલતમાં મળી કે...

સુરત : 3 કલાક પહેલા જ જન્મેલી નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાઓ કચરાના ઢગલામાં તરછોડી દીધી હતી. જેના પગલે યોગ્ય સારવાર નહી મળતા તેનું મોત નિપજ્યું હતું. લિંબાયતના ગણેશનગર-1 માં આવેલા કંઠી મહારાજથી રામ મંદિર તરફ જવાના રસ્તા પરથી આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે લોકો પણ હવે લાગણીહીન થયા હોય તેવું લાગી રહ્યું છે. કોઇએ પોલીસને જાણ કરવાનાં બદલે ત્યાં ફોટો અને વીડિયો ઉતારવાનું પસંદ કર્યું હતું. 

મોડે મોડે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં રહેલા કરચાના ઢગલામાં પેપરમાં લપેટેલું બાળક મળી આવ્યું હતું. જ્યાં તાજુ જન્મેલ બાળક જોઇને સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જો કે લોકોએ સંવેદનાવિહીન હોય તે પ્રકારે નવજાત બાળકના મૃતદેહના વીડિયો અને તસ્વીરો પાડતા રહ્યા હતા. જો કે 108 ની મદદથી નવજાત બાળકના મૃતદેહને સ્મીમેર લઇ જવામાં આવ્યો હતો.

હાલ તો પ્રાથમિક તપાસમાં બાળકીના મોત અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જન્મ પહેલા અથવા તો જન્મ પછી મૃત્યુ થયું હોઇ શકે છે. આ ઉપરાંત પાપ છુપાવવા માટે બાળકીને કચરામાં ફેંકીદેવાતા ત્યાં પણ બાળકીનું મોત થયું હોઇ શકે છે. જો કે હાલ તો પોલીસે આરોપી માતાની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી કબ્જે લીધા છે. આ ઉપરાંત સુત્રોને પણ સક્રિય કરી દેવાયા છે. આસપાસની હોસ્પિટલોમાં પણ પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news