ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી! જાણો ડાંગનો આ કિસ્સો

ગત તા.14/03/2023થી ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગાઢવીના ધોરણ-12માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ને, ગત તા.05/03/2023નાં રોજ ગંભીર માર્ગ અકસ્માત નડવા પામ્યો હતો.

ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી! જાણો ડાંગનો આ કિસ્સો

પટેલ હિતાર્થ/ડાંગ: જિલ્લા શિક્ષણાધિકારી વિજય દેશમુખ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2023ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન શિક્ષણ બોર્ડનો માનવતાવાદી અભિગમ નજરે પડ્યો છે.

No description available.

ગત તા.14/03/2023થી ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગાઢવીના ધોરણ-૧૨માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ને, ગત તા.૫/૩/૨૦૨૩ નાં રોજ ગંભીર માર્ગ અકસ્માત નડવા પામ્યો હતો. જેમાં બાગુલ રોહિતભાઈ શિવરામભાઈને જમણા હાથની તમામ આંગળીઓમાં, અને સાહરે મંયકભાઈ કમલેશભાઈને ઘુટણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી બાગુલ રોહિતનું સિવિલ હોસ્પિટલ, આહવા ખાતે આંગળીઓનું ઓપરેશન, અને સાહરે મંયકભાઈનું સિવિલ હોસ્પિટલ, વલસાડ ખાતે ઘુટણનું ઓપરેશન કરવામાં આવેલ છે. 

No description available.

હાલ બંને વિદ્યાર્થીઓની પરીસ્થિતિ એકંદર સારી છે. ત્યારે ગત તા.15 માર્ચ નાં રોજ આ બન્ને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતા, અને તેમના દ્વારા પરીક્ષા આપવાની ઈચ્છા દર્શાવતા, આ બાબતની રજૂઆત તેમના વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગાઢવીના આચાર્યને કરવામાં આવી હતી.

No description available.

આચાર્ય દ્વારા જરૂરી આધાર પુરાવા સાથે સદર બાબતની રજૂઆત, ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી  વી.ડી.દેશમુખ સમક્ષ કરાતા, આ રજૂઆત અંગે તાત્કાલિક ધોરણે અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તથા પરીક્ષા નિયામક, ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ)ને 15/03/2023નાં રોજ આ બાબતની ટેલીફોનીક જાણ કરાતા, અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તાત્કાલિક ધોરણે લહિયાની, અને ખાસ બેઠક વ્યવસ્થાની આ માંગણી સ્વીકારી, ઉચ્ચ અધિકારીઓએ માનવતાનો ઉમદા અભિગમ દાખવી, આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ટેલીફોનીક પરવાનગી આપી હતી.

No description available.

હાલ આ બંને વિદ્યાર્થીઓ પોતપોતાના પરીક્ષા કેન્દ્રો ખાતે સુગમતા પૂર્વક પરીક્ષા આપી રહ્યા છે. શિક્ષણ વિભાગમાં જ્યાં સુધી એક એક બાળકનાં ભવિષ્યની ચિંતા કરનાર, અને ત્વરિત નિર્ણય લેનારા અધિકારીઓ છે ત્યાં સુધી, ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું આ ઘટના પરથી સાબિત થવા પામ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news