ગુજરાતીઓની બલ્લે બલ્લે: મોસાળમાં મા પિરસનારી હોય તો....મોદી સરકાર વરસી ગઈ

સુરતમાં લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રને વધુમાં વધુ લાભ થાય તેના માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી ડાયમંડ ઉદ્યોગમાં એક મોટી રાહતના સમાચાર તેને માનવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે.

ગુજરાતીઓની બલ્લે બલ્લે: મોસાળમાં મા પિરસનારી હોય તો....મોદી સરકાર વરસી ગઈ

પ્રશાંત ઢીવરે/સુરત: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું ૭૫મુ બજેટ રજૂ કર્યું છે. કેન્દ્ર સરકાર ખાસ ડેવલોપમેન્ટ, એગ્રીકલ્ચર, રેલવે, યુથ પાવર, લેબ્રોન ડાયમંડને સરકાર વધારે પ્રોત્સાહન આપ્યું છે. સુરતના ઉદ્યોગકારોમાં ક્યાં ખુશી તો ક્યાં ગમ જોવા મળી રહ્યું છે સુરત હીરા નગરી અને ટેક્સ ટાઇલ હબ છે. ટેક્સટાઇલમાં કોઈ મોટી રાહતની જાહેરાત ન આપવામાં આવતા ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી રહી છે.

સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રને વધુમાં વધુ લાભ થાય તેના માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી ડાયમંડ ઉદ્યોગમાં એક મોટી રાહતના સમાચાર તેને માનવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ગ્રોથ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જે આપણે રફ ડાયમંડ ઈમ્પોર્ટ કરતા હતા તે હવે ઓછું થઈ શકશે. 

લેબગ્રોન ડાયમંડને વધુ ગુણવત્તા સભર કેવી રીતે બની શકાય અને જ્વેલરી ક્ષેત્રની અંદર પણ તેનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થઈ શકે. આ તમામ પાસાઓને લઈને રિસર્ચ કરવામાં આવશે અને તેનાથી આખા ઉદ્યોગનો ખૂબ મોટો લાભ થઈ શકે છે. ટેક્સટાઇલ ઉદ્યોગકારોની ઘણા વખતથી સરકાર સમક્ષ વિવિધ રજૂઆતો હતી. આ બજેટમાં ઉદ્યોગકારો આશા લગાવીને બેઠા હતા પરંતુ કોઈ પણ પ્રકારની ટેક્સ્ટાઇલ લખતી માંગ સ્વીકારવામાં નહીં આવતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી રહી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ બાબતને મૂકવામાં આવી હતી પરંતુ આજે જે બજેટ રજૂ થયું છે તેમાં કોઈપણ પ્રકારની ટેક્સ્ટાઇલને રાહત આપવામાં આવી નથી. ટેસ્ટરમાં અપગ્રેડેશનથી લઈને આને કેવા પ્રશ્નો છે કે જે હજી સુધી ઉકેલાયા નથી. 

જ્યારે રિયલ ડાયમંડ અંગે સરકાર સમક્ષ લાંભા સમયથી ઉદ્યોગકારો માંગ કરતા આવી રહ્યા છે પરંતુ તેઓની પણ માંગ સુધારવામાં નહીં આવતા નિરાશા જોવા મળી રહી છે.સુરતમાં છેલ્લા 50 વર્ષ કરતાં વધુથી રિયલ ડાયમંડનો ઉદ્યોગ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા માત્ર લેબગ્રોન ડાયમંડ માટે જ જાહેરાત કરી છે. જેનાથી તેને તો ફાયદો થશે પરંતુ નેચરલ ડાયમંડ માટે પણ જાહેરાત કરવી જોઈતી હતી. જેનાથી જે વર્ષોથી તેની સાથે સંકળાયેલા છે તેવા રિયલ ડાયમંડના વેપારીઓને પણ લાભ કરી શકાય.

કેન્દ્ર સરકારે આ બજેટમાં સુગર ફેક્ટરીઓને મોટી રાહત આપી છે. દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય છે. સુગર ફેક્ટરીઓ ઉપર નાખવામાં આવેલા ટેક્સીસ હતા તે હવે રિડિયુસ થઈ જશે અને ખેડૂતોએ શેરડીના પાક ઉપર જે ટેક્સ નાખવામાં આવતા હતા તેને લઈને રાજકીય રીતે પણ ખૂબ જ ચર્ચા થતી હતી અને ખેડૂતો ઉપર પણ આર્થિક મોટો ભારણ ઊભું થતું હતું. ત્યારે જે પ્રકારે કેન્દ્રીય મંત્રીએ રજૂઆત કરી છે. તેનાથી સહકારી આલમમાં પણ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે. 

લેબમાં બનેલા હીરા... આખરે તેઓ શું છે? કેવી રીતે બને છે? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ લેબ-નિર્મિત હીરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે IIT ને અનુદાન અપાશે. તમને જણાવી દઈએ કે પ્રાકૃતિક હીરા બાદ હવે લેબમાં બનેલા હીરાનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. એટલા માટે આ ઉદ્યોગને આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. તેમના માટે મેન્યુફેક્ચરિંગ લેબ બનાવવી જોઈએ.

આ લેબ બનાવવા માટે ટેકનિકલ મદદ લેવી જોઈએ. એટલા માટે નાણામંત્રીએ આઈઆઈટીને અનુદાન આપવાની વાત કરી છે. કારણ કે દેશની બીજી કઈ સંસ્થા આઈઆઈટી કરતા સારી લેબ બનાવી શકે છે. હીરાના વેપારીઓએ નાણામંત્રીને લેબ-મેઇડ હીરા બનાવવા માટે વપરાતા સાધનો પરની આયાત જકાત ઘટાડવા અથવા નાબૂદ કરવા અપીલ કરી હતી. જો IIT સ્વદેશી લેબ બનાવે તો હીરા ઉદ્યોગને તેનો ફાયદો થશે. સાધનોની આયાત કરવાની જરૂર રહેશે નહીં.

કુદરતી હીરા અમૂલ્ય તો હોય જ છે. હીરા એક ખનિજ છે, જે જમીનની નીચે હાજર કાર્બનિક પદાર્થ હોય છે. ડાયમંડ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. એટલે કે, જો તમે તેને બાળી નાખો, તો અંતે તમને રાખ પણ નહીં મળે. તે કાર્બનમાં ફેરવાઈ જશે. જ્યારે કાર્બન કણો જમીનની અંદર જબરદસ્ત દબાણ અને તાપમાનમાં મળે છે, ત્યારે તેઓ હીરા બને છે. આ કુદરતી હીરાની વાત છે.

લેબમાં હીરા કેવી રીતે બને છે?
આજકાલ હીરાનો બીજો ઉદ્યોગ પણ છે. જેને લેબ મેડ હીરાનો ઉદ્યોગ કહેવાય છે. એટલે કે લેબ ગ્રોન ડાયમંડ. આને કૃત્રિમ હીરા પણ કહેવામાં આવે છે. વાસ્તવિક જેવું લાગે છે. જેમ આપણે ખાંડના બોક્સમાં દબાવી દબાવીને ભરીએ છીએ, તેવી જ રીતે જ્યારે ઘણા કાર્બન પરમાણુઓ ચુસ્ત રીતે ભળે છે, ત્યારે એક હીરો બને છે. તેમને બનાવવા માટે લેબ ઉચ્ચ તાપમાન અને દબાણ બનાવવામાં આવે છે.

આપણા પેશીઓમાંથી પણ બનાવી શકાય છે ડાયમંડ
જેમ કોલસો હીરામાં ફેરવાય છે. અથવા બદલવામાં આવે છે. એ જ રીતે, આપણે માણસો અથવા પ્રાણીઓના પેશીઓમાંથી પણ હીરા બનાવી શકીએ છીએ. કારણ કે વિશ્વના તમામ જીવો કાર્બનથી બનેલા છે. તે આપણા શરીરમાં મોટી માત્રામાં જોવા મળે છે. મૃત પ્રાણીઓના શરીરમાંથી કાર્બન એકત્ર કરીને અને ઉચ્ચ તાપમાન અને દબાણ હેઠળ લેબમાં રાખવામાં આવે તો હીરા બનાવી શકાય છે.

અનેક રંગોના હોય છે હીરા
હીરા માત્ર સફેદ જ નથી હોતા, અશુદ્ધિઓને કારણે તેના શેડ વાદળી, લાલ, નારંગી, પીળો, લીલો અને કાળો હોય છે. લીલો હીરો સૌથી દુર્લભ છે. જો હીરાને નાની ભઠ્ઠીમાં 763 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે, તો તે કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. આ સાબિત કરે છે કે હીરા કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news