મોટી-મોટી હોસ્પિટલોએ સરકારી પરિપત્રનો કર્યો ઉલાળિયો, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરશે કાર્યવાહી?
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની તમામ હોસ્પિટલો માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર પ્રમાણે હોસ્પિટલોએ ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાં એક સૂચના લખવાની હતી. પરંતુ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Trending Photos
અમદાવાદ: ગત શનિવારે એટલે કે, બે દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.. અને આ પરિપત્રમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, ખાનગી હોસ્પિટલમાં રહેલા ઈન-હાઉસ મેડિકલ સ્ટોરમાં દર્દીઓને સ્પષ્ટ રીતે વંચાય એવી રીતે સૂચના લખવી ફરજિયાત છે.. આ સૂચના હતી કે, હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા લેવી ફરજિયાત નથી.. 13 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા આ પરિપત્રનું પાલન થયું છેકે નહીં? ખાનગી હોસ્પિટલમાં સૂચના લખાઈ છેકે નહીં તેનું રિયાલિટી ચેક ZEE 24 કલાક દ્વારા કરવામાં આવ્યું,, જુઓ આ રિપોર્ટ..
અમદાવાદના ખ્યાતિકાંડના પગલે આરોગ્ય સેવા તથા હોસ્પિટલો વિવાદમાં આવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત 13 તારીખના રોજ નવો પરિપત્ર ઇસ્યૂ કરીને હોસ્પીટલો દર્દીઓને ઈન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે ફરજ ન પાડે તેવો આદેશ જારી કર્યો હતો.. પરિપત્ર અનુસાર, હવેથી મેડિકલ સ્ટોરની બહાર સંચાલકોએ બોર્ડ લગાવવાનું પડશે.. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે..
સવાલ એ છેકે, આ પરિપત્રનું પાલન કેટલું થઈ રહ્યું છે. ZEE 24 કલાકની ટીમ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રિયાલિટી ચેક કર્યું અને જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે હોસ્પિટલમાં સરકારી પરિપત્રનું પાલન કરવામાં આવી રહ્યું છેકે નહીં..
આવી જ સ્થિતિ સુરતની છે.. સુરતની નામાંકિત ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં પણ પરિપત્ર પ્રમાણે કોઈ સૂચના લગાવવામાં નથી આવી.. જોકે, મેડિકલના સંચાલક સાથે ZEE 24 કલાક દ્વારા વાત કરતા તેમણે કહ્યું કે, મેનેજમેન્ટ દ્વારા સૂચના લગાવવાની કોઈ માહિતી આપવામાં નથી આવી..
વડોદરાની મા હોસ્પિટલમાં અત્યાર સુધી તો પરિપત્રનું પાલન નહોતું કરવામાં આવ્યું પરંતુ ZEE 24 કલાકની ટીમ દ્વારા જ્યારે મેડિકલ સંચાલકને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જરૂરથી એમ કહ્યું કે, અમે સરકારના આદેશનું પાલન કરશું અને સૂચના લાગી દઈશું..
રાજ્ય સરકારના આદેશનું પાલન કરવું રાજ્યના તમામ નાગરિકોની ફરજ છે.. પરંતુ, આ ફરજ જો મોટી મોટી હોસ્પિટલોના સત્તાધિશો જ ચૂકી જાય છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયા તેવા કાંડ થાય છે.. હવે જોવું એ રહ્યું કે, સરકારી પરિપત્રનો રાજ્યભરમાં અમલ ક્યારે થશે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે