ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણી
Weather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં દે ધનાધન વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. હજુ 6 દિવસ સુધી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ દિવસોમાં મધ્યમ વરસાદ રહેશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ છે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે.
આગામી ત્રણ કલાક સાચવજો
હવામાન વિભાગે સવારના ત્રણ કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. સવારે 7 વાગેથી લઈ આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ,સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને,દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. તો અમદાવાદ સહિત,સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે.
15 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
ક્યાં ક્યાં વરસાદ આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે