લો બોલો! પંચમહાલમાં હોમ ક્વોરોન્ટીન કરાયેલા શખ્સને જીવતો સળગાવી દેવાની ધમકી
Trending Photos
પંચમહાલ : હાલ સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન છે. આ ઉપરાંત તંત્ર દ્વારા જેમને કોરોના થયો હોવાની શક્યતા હોય અથવા કોરોના દર્દીનાં સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરોન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં પંચમહાલમાં ક્વોરોન્ટીમાં કેટલાક શખ્સોને રાખવામાં આવ્યા છે. તેઓ તમામ પોતપોતાનાં ઘરમાં જ પુરાઇને રહે છે. જો કે તેઓ કોરોનાગ્રસ્ત હોવાની જાણ આસપાસનાં લોકોને થતા હવે તેઓ તેને જીવતો સળગાવી દેવાની ધમકી આપી રહ્યા છે.
પરિવારનાં અન્ય સભ્યો જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે બહાર નિકળે છે ત્યારે તેમને પણ ધમકીઓ મળતી હોવાનો ખુલાસો થયો છે. કાલોલ ના સુરેલી વાંટા ગામ ના ડેરી ફળીયા માં રહેતા અર્જુનસિંહ પરમારે જાતે વિડિયો બનાવી તંત્ર પાસે મદદની માંગણી કરી છે. નજીકના જ વ્યસડા ગામના કેટલાક માથાભારે તત્વો વારંવાર ધમકી આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે.
૨૩ તારીખે વાપીથી પરત આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોમ કવોરંટાઇન કરવામાં આવ્યો હતો. દરમ્યાન કેટલાક ઈસમોએ આ વ્યક્તિ કોરોનાનો દર્દી છે અને કોઈ પણ વ્યક્તિ તેને કશું આપવું લેવું નહી અને તેના પરિવાર સાથે કોઇ સંબંધ રાખવો નહી તેવું જણાવ્યું હતું. તેને પણ જીવતો સળગાવી દેવાની ધમકી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે