ગાંધીનગરમાં એવું તો શું થઈ રહ્યું છે કે ગૃહમંત્રી કરી રહ્યા છે દોડાદોડ, સમીક્ષા બેઠક કરીને જણાવ્યો આગામી પ્લાન
ગાંધીનગર શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે બેઠક કરીને જણાવ્યું હતું કે, છે, કોરોનાની આગામી સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે બેઠક કરી તમામ તાલુકાઓમાં PSA પ્લાન્ટ ઉભા કરાયા છે, 700 થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને આજે ગાંધીનગર જિલ્લામાં કોરોના મુદ્દે સમીક્ષા બેઠક કરવામાં આવી છે. કોરોનાના કેસમાં વધારો થતા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરીને જિલ્લામાં કોરોના રસીકરણ અને કેસ વિશે વાત કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર સાથે કોરોનાના વધતાં કેસને લઇને સમીક્ષા બેઠક કરી હતી.
મળતી માહિતી અનુસાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક કરીને જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહીનાથી કોરોના કેસ વધી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે, રાજ્યમાં ઝડપથી કેસ વધ્યા તેને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ ગુજરાત કેન્સલ કર્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતથી યુવાઓને રોજગારીની વિપુલ તકો મળતી હતી, તેમ છતાં રાજ્યના લોકોના હિતમાં આ આયોજન કેન્સલ કર્યું છે. દરેક પ્રભારી મંત્રીઓને મુખ્યમંત્રી એ સૂચના આપી હતી.
ગાંધીનગર શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે બેઠક કરીને જણાવ્યું હતું કે, છે, કોરોનાની આગામી સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે બેઠક કરી તમામ તાલુકાઓમાં PSA પ્લાન્ટ ઉભા કરાયા છે, 700 થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટ અન્ય શહેર કરતા ઓછો એટલે કે ફક્ત 4 % છે. તે ઘટાડવા અંગે આયોજન થયું છે. અન્ય જિલ્લાઓ કરતા ટ્રેસિંગ સિસ્ટમ સારી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાંસદ હોવાના નાતે અનેક મોટી વ્યવસ્થા ઊભી કરી કલોલ તાલુકામાં હોસ્પિટલોમાં વિવિધ સાધનો, ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાલના સમયે નેતાઓ દ્વારા તોડાતા કોરોના નિયમો મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઈ નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ. બધા નિયમોથી બંધાયેલા છે. ચાહે સામાન્ય નાગરિક હોય કે ભાજપના નેતા. પોલીસને પણ જણાવવામાં આવ્યું છે કે માનવીય અભિગમ રાખીને નિયમો પાલન કરવામાં આવે.
ગાંધીનગરમાં સૌથી મોટા તાલુકા કલોલમાં હોસ્પિટલમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. કોરોના માટેની તમામ સાધનો છે. ઓક્સિજન પ્લાન્ટ પણ તમામ તાલુકાઓમા છે. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ રેસીઓ ખૂબ ઓછો છે. આ બેઠકમાં ધન્વંતરિ રથ, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, આરોગ્ય સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે