SURAT માં હિટ એન્ડ રન: મૃતકની પત્ની ગર્ભવતી, સિવિલ માં હૈયાફાટ રૂદન

શહેરમાં સચિન બુડિયા રોડ પર એક ગાડીએ બાઇકને અડફેટે લેતા બે મિત્રો ફંગોળાયા હતા. જે પૈકી એકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. અત્રે નોંધનીય છે કે, કાળનો કોળીયો બની ગયેલો રાજકુમાર નામનો વ્યક્તિ જરીનો કારીગર છે. આ ઉપરાંત તેની પત્ની ગર્ભવતી હોવાથી તેને સાથે લીધા વગર જ મિત્રો સાથે ફરવા માટે નિકળ્યો હતો. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 
SURAT માં હિટ એન્ડ રન: મૃતકની પત્ની ગર્ભવતી, સિવિલ માં હૈયાફાટ રૂદન

સુરત : શહેરમાં સચિન બુડિયા રોડ પર એક ગાડીએ બાઇકને અડફેટે લેતા બે મિત્રો ફંગોળાયા હતા. જે પૈકી એકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. અત્રે નોંધનીય છે કે, કાળનો કોળીયો બની ગયેલો રાજકુમાર નામનો વ્યક્તિ જરીનો કારીગર છે. આ ઉપરાંત તેની પત્ની ગર્ભવતી હોવાથી તેને સાથે લીધા વગર જ મિત્રો સાથે ફરવા માટે નિકળ્યો હતો. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

રાજનકુમાર મોનજ ગૌતમ પાંડેસરામાં રહેતો હતો. જરીકામ કરીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં માતા-બહેન અને પત્નીનો સમાવેશ થાય છે. ઘરમાં રાજન એક માત્ર કમાઉ દીકરો છે. તે પોતાના મિત્ર સાથે બાઇક લઇને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સચિન-આભવા રોડ પર એક ગાડીએ ટક્કર મારી હતી. 

રાજન પોતાના મિત્રો સાથે ઉતરાયણની રજા હોવાનાં કારણે ફરવા માટે ગયો હતો. પરત ફરતા અકસ્માત નડ્યો હતો. રાજનને રિક્ષામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સિવિલમાં મૃત જાહેર કરાયો હતો. રાજનની પત્ની હાલ ગર્ભવતી છે. જો કે હાલ રાજનના મોત અંગે તેને જાણ કરવામાં આવી હતી. પરિવારમાં બહેન અને માતા ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. પરિવારના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં શોકનો માહોલ છવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news