પત્ની અને ભત્રીજી અન્ય યુવક સાથે મનાવી રહી હતી રંગરેલિયા, અચાનક તે આવ્યો અને...

જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

પત્ની અને ભત્રીજી અન્ય યુવક સાથે મનાવી રહી હતી રંગરેલિયા, અચાનક તે આવ્યો અને...

આણંદ: જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યા કરનાર પરપુરૂષનાં પ્રેમમાં અંધ બનેલી પત્ની અને તેનાં પ્રેમી સહીત પાંચ જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત મંગળવારનાં રોજ  સવારમાં મોટી શેરડી ગામથી -ધનાવશી રોડની સાઇડ ઉપર આવેલ તલાવડી પાસેથી અજાણ્યા યુવકનાં ગળે ટુંપો આપી હત્યા કરાયેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે તપાસ કરતા મૃતક યુવાન ધુવારણ ગામનો ગુલાબસિંહ ચંદુભાઈ ગોહીલ તરીકે ઓળખ થતા ભાદરણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસને મૃતક ગુલાબસિંહની પત્નીને તેમજ તેઓની ભત્રીજીને અન્ય યુવક સાથે સબંધ હોવાની માહીતી મળતા પોલીસે મૃતકની પત્ની દક્ષાબેનનાં પ્રેમી કંકાપુરા ગામનાં અર્જુનભાઈ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર અને મૃતકની ભત્રીજીનાં પ્રેમી ધનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને ઝડપી પાડી ઝીણવટભરી પુછપરછ કરતા બંન્નેએ પોતાનાં સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. મરનાર યુવક ગુલાબસીંહની પત્નીને અર્જુન સાથે પ્રેમ સંબધ હોઈ તેમાં પતિ ગુલાબસિંહનો કાંટો નડતો હતો. મરનારની ભત્રીજી સાથે ધનશ્યામને પ્રેમસંબધ હોઈ આ પ્રેમસંબધમાં પણ ગુલાબસિંહ નડતરરૂપ હતો. ધટનાનાં ચાર દિવસ પૂર્વે ગુલાબસિંહને પોતાની પત્ની દક્ષાને અર્જુન સાથે પ્રેમસંબધ હોવાની જાણ થતા તેણે પત્ની દક્ષાને ઠપકો આપ્યો હતો, તેમજ ભત્રીજીનાં પ્રેમસંબધની જાણઁ થતા ગુલાબસિંહએ તાત્કાલીક ભત્રીજીની સગાઈ અન્ય સ્થળે કરી દેતા અર્જુન અને ધનશ્યામએ દક્ષા સાથે મળીને ગુલાબસિંહની હત્યા કરવાની યોજના બનાવી હતી.

યોજના મુજબ દક્ષા પોતાનાં પતિ ગુલાબસિંહને બદલપુર ગામે લઈને આવી હતી, અને ત્યાંથી ગુલાબસિંહને રીક્ષામાં બેસાડીને અર્જુન તેમજ ધનશ્યામએ પોતાનાં માસીયાઈ ભાઈ કુલદિપસિંહ ઉર્ફે કુદો અને મિત્રો ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા અને લાલજીભાઈ અરવિંદભાઈ ઉર્ફે અનુભાઈને બોલાવી લીધા હતા. ત્યારબાદ તેઓ ફરતા ફરતા છીણપુરા સીમમાં ગુલાબસિંહને દોરડી વડે ગળે ટુંપો આપી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ યોજના મુજબ ગુલાબસિંહની મૃતદેહને ગંભીરા નદીમાં ફેંકી દેવા રીક્ષા લઈને નિકળ્યા હતા. મૃતદેહને નદીમાં ફેંકવા ગયેલા હત્યારાઓને પકડાઈ જવાની બીક લાગતા તેઓ  મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડી પાસે મૃતદેહને ફેંકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે હત્યાનાં બનાવમાં  અર્જુનભાઇ  ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ધનશ્યામભાઇ ભાઇલાલભાઇ પરમાર કુલદિપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજીભાઇ અરવિંદભાઇ ઉર્ફે અનુભાઇ પરમાર, દક્ષાબેન ગુલાબસિંહ ચંદુભાઇ પરમારને ઝડપી પાડયા હતા. જયારે  ધર્મેન્ર્દસિંહ અમરસિંહ સિંધા ખોડુભાઇ પ્રભાતસિંહ પરમારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથા હત્યાનાં ગુનામાં ઉપયોગમાં લીધેલ રસ્સો, પીઆગો રીક્ષા નંબર વગરની, મરણજનારનું બાઇક, મરણજનારનો મોબાઇલ ફોન, એક પેન ડ્રાઇવ, મરણજનારનું ચ૫પ્લ-૧, આધાર-ચુંટણી કાર્ડ કબ્જે કરીને ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news