રૂપાલાના ગુજરાત પહોંચતા બંધબારણે કેટલાક નેતાઓ સાથે યોજાઈ ખાસ બેઠક, દિલ્હીમાં શું થયું?

Rajput Vs Patidar : દિલ્હીની બેઠકમાં હાજરી આપીને પરત ફરેલા પરશોત્તમ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા... રૂપાલાએ પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું- તમામ સમાજ અમારા સમર્થનમાં જ છે

રૂપાલાના ગુજરાત પહોંચતા બંધબારણે કેટલાક નેતાઓ સાથે યોજાઈ ખાસ બેઠક, દિલ્હીમાં શું થયું?

Parshottam Rupala Row : ગુજરાતની રાજનીતિમાં હાલ ચારેતરફ રૂપાલા જ રૂપાલા છે. તેનો ભડકો દિલ્હી સુધી પહોંચ્યો છે. આ વિવાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને છેક દિલ્હી સુધી તાત્કાલિક દોડવુ પડ્યું છે. આવામાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રૂપાલા વિવાદ મામલે જલ્દી જ અંતિમ નિર્ણય લઈ શકાય છે. ક્ષત્રિયોનો વિરોધ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો છે. ત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચી ગયા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CM હાઈકમાન્ડને રિપોર્ટ સોંપી શકે છે. રૂપાલા વિવાદની બેઠકનો રિપોર્ટ CM સોંપી શકે છે. હાઈકમાન્ડ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. હાઇકમાન્ડની ગુજરાતની રાજકીય સ્થિતિ પર સતત નજર છે. આ વચ્ચે દિલ્હી દરબારથી હાજરી આવીને આપેલા પરસોત્તમ રૂપાલાનું મોટુ નિવેદન સામે આવ્યું છે.

બધા નેતા બેક ટુ બેક દિલ્હી ગયા 
રૂપાલાનો વિવાદ સળગ્યા બાદ ગુજરાત ભાજપના બધા નેતા બેક ટુ બેક દિલ્હી ગયા હતા. હજી ચાર દિવસ પહેલા સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા. ત્યારે હવે રૂપાલા દિલ્હી દરબારમાં હાજરી આવીને પરત ફર્યાં છે. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા એકસાથે દિલ્હીથી પરત ફર્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ક્લિક થયા હતા. દિલ્હીની બેઠકમાં હાજરી આપીને પરત ફરેલા પરશોત્તમ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા હતા. રૂપાલાએ પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, તમામ સમાજ અમારા સમર્થનમાં જ છે. 

ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવાની કોઈ જરૂર નથી
દિલ્હીથી આવેલા રૂપાલાએ મીડિયાને કહ્યું કે, હું દિલ્હી કેબિનેટની મીટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની હોય છે. આગેવાનો હાલ બેઠકો કરી રહ્યાં છે. તેમાં હું ટિપ્પણી કરું તે યોગ્ય ન કહેવાય. પાટીદારો જ નહિ, પરંતુ અમારા સમર્થનમાં અનેક સમાજ છે. અનેક આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર કર્યું છે. હું તેમના નામ પણ આપી શકું છું. પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ કરવાનો મારો આશય નથી. આ પહેલા પણ મેં મારા વિચારો મીડિયા સામે રજૂ કર્યા છે. મારી દ્રષ્ટિએ હું હવે વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી. ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવાની કોઈ જરૂર નથી. 

રૂપાલાના આવતા જ ગાંધીનગરમાં બોલાવાઈ ખાસ બેઠક
ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં ભાજપની મેનીફેસ્ટો સમિતિની પણ બેઠક છે અને CM ભૂપેન્દ્ર પટેલ પણ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે. તો બીજી તરપ, પરષોત્તમ રૂપાલાના અમદાવાદ પહોંચતા જ તેમના આવાસ પર ખાસ બેઠક યોજાઈ. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રૂપાલા વચ્ચે બંધબારણે બેઠક ચાલી રહી છે. છેલ્લા અડધો કલાકથી આ બેઠક ચાલી રહી છે. જેમાં રત્નાકર પણ પહોંચ્યા છે.

લલિત વસોયા મેદાને આવ્યા 
પરસોત્તમ રૂપાલાના વિવાદમા હવે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા મેદાનમાં આવ્યા છે. લલિત વસોયાએ સમગ્ર પાટીદાર સમાજને વિનંતી કરી છે. રૂપાલા મામલે રાજકારણ ગરમાયું કોંગ્રેસ નેતા મેદાનમા આવ્યા છે. તેમણે કહ્યુ કે, પાટીદારના દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે, વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજો લડાયા કરતા હતા. આખા સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય V/S પાટીદારની લડાઈ વર્ષો સુધી ચાલી, બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની ભાઈચારાનું વાતાવરણ છે. જ્યારે પરષોત્તમ રૂપાલજીએ વાણીવિલાસ કર્યું છે એના કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રીય સમાજ પાટીદાર સમાજની સામે નહી રૂપાલા સામે લડાઈ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો લડાઈ બનાવવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે. પાટીદાર સમાજને વિનંતી સાથે આ મામલો રૂપાલા પૂરતો રાખે. રૂપાલાની મામલે પાટીદાર સમાજને હાથો બનાવવા ના આવે અને બંને સમાજ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી. પાટીદાર સમાજના લોકોને વસોયાએ હાથ જોડીને વિનંતી કરી કે, સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર બંને સમાજ વચ્ચે વૈમનસ્ય નાં ફેલાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news