ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર

પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે.

ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર

કચ્છ: પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ગુજરાતના પાડોસી દેશથી અડીને દરિયાઇ અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય સ્થાનો મોનીટરીંગ વધારવાની સાથે બોર્ડરની નજીક લોકોની યાત્રા પર રોક લગાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર નજીક દરેક નાગરિક કાર્યોને રોકી દેવામાં આવ્યા છે અને બોર્ડર નજીકના જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ડિરેક્ટર જનરલ (સરહદીય વિસ્તાર) ડીબી વાઘેલાએ કહ્યું કે, તેમણે દરિયાઇ અને જમીન બોર્ડર પર આતંરિક સુરક્ષા માટે એક ચોક્કસ યોજના તૈયાર કરી છે. સશસ્ત્ર દળો સરહદની સુરક્ષા કરે છે. તેમણે જણાવ્યું કે, અમારું ધ્યાન આતંરિક સુરક્ષા પર છે. વર્તમાન તણાવ દરમિયાન સરહદ વિસ્તારોમાં કોઈ અવ્યવસ્થા નથી તેની ખાતરી કરવા અમે કામ કરી રહ્યા છીએ.

પીએમ મોદીને મળ્યા ત્રણ સેનાના વડા, સુરક્ષા પરિસ્થિતિની આપી જાણકારી
જ્યારે ભારતીય હવાઇ ક્ષેત્રમાં પાકિસ્તાનના લડાકુ વિમાન ઘૂસવા અને પાડોશી દેશમાં ભારતીય વાયુસેનાના એક પાઇલટની અટક કર્યા બાદ બુધવારે સશસ્ત્ર દળોના વડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાલની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી આપી છે. સુત્રો પાસેથી મળથી માહિતી અનુસાર, થલ સેના, નૌસેના અને વાયુસેનાના વડાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે છેલ્લા 24 કલાકમાં બે વખત મુલાકાત કરી છે. સુત્રોએ જણાવ્યું કે, બુધવાર સાંજે ત્રણેય વડાઓએ પ્રધાનમંત્રી સાથે તેમના સત્તાવાર આવાસ પર મુલાકાત કરી અને તેમને સુરક્ષાની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા.

પીએમઓમાં ભેગા થયા સુરક્ષા અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ
આ પહેલા, દિવસે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં સુરક્ષા તેમજ ગુપ્તચર વિભાગના મુખ્ય અધિકારીઓ ભેગા થયા હતા. પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષણ શિબિર પર મંગળવાર વહેલી સવારે કરવામાં આવેલી ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક બાદ થયેલા નવા ઘટનાક્રમને ધ્યાનમાં લઇને તેઓ પીએમઓ ઓફિસ પહોંચ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે દિવસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ, થલસેના, નૌસેના અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારી તથા અન્ય સુરક્ષા અધિકારી વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.

ટોચના સંરક્ષણ અને સુરક્ષા અધિકારીઓ પ્રધાનમંત્રીને વર્તમાન ઘટનાક્રમની જાણકારી આપી હતી. જેમાં હવાઇ અથડામણ પણ સામેલ છે. આ ઘટના અંતર્ગત પાકિસ્તાનનું એક લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું, જ્યારે ભારતીય વાયુસેનાએ પણ તેમનું એક મિગ 21 ગુમાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મિગના પાયલોટ ‘લાપત્તા’ થઇ ગયો છે. જમ્મૂ ક્ષેત્રના રાજોરીમાં પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાનને વાયુસેનાએ તોડી પાડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news