માત્ર 2 જ કલાકમાં મેઘરાજાએ સ્માર્ટ સિટી અમદાવાદની દશા ફેરવી નાખી! સરખેજ SG હાઈ-વે પર 'ભારે' ટ્રાફિકજામ
Gujarat Monsoon 2023: અમદાવાદમાં આજે સાંજે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને. સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું.
Trending Photos
Gujarat Monsoon 2023: રાજ્યાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજના સમય અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અવિરત વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં લોકોની મુસીબતમાં પણ વધારો કર્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા છે.
ઠેર ઠેર ટ્રાફિક જામ
અમદાવાદમાં આજે સાંજે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને. સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. સિંધુભવન રોડ પાસે પણ ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈવેના સર્વિસ રોડ પર 4થી 5 ફૂટ પાણી ભરાયા છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 4 અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર , મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હજી પણ સાંજની તીવ્રતા મુજબ અતિ ભારે વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે. સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.
વરસાદી પાણીને કારણે અનેક વાહનો બંધ થયા છે તેમજ પ્રહલાદનગર પાસે 3 ફૂટ પાણી ભરાયા છે તો છારોડીથી ગોતા વચ્ચે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે. નહેરુનગર-માણેકબાગ રોડ પર ભારે વરસાદ ખાબકતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સાંજે ઓફિસથી ઘરે જવાનો સમય હોવાથી વાહનોની અવરજવર વધુ હોય છે ત્યારે ગાંધીનગર તરફથી આવતો-જતો ટ્રાફિક ખોરવાયો છે. વરસાદને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો છે. વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વાહન વ્યવહાર ખોરવાયો છે.
કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં 2 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 7 થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 7-8 ડમરિયાં દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે