વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Cyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી 

વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Ambalal Patel Prediction : રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. તેને કારણે ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. વાવાઝોડાની અસરને પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે હવે આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાંખી છે. દેશમાં વહેલુ ચોમાસું આવવાનું છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે. 

આ જિલ્લાઓમાં આવશે વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 

ભાવનગરના દરિયામાં મોજા ઉંચે ઉછળ્યા
રેમલ વાવાઝોડાની અસરને પગલે ભાવનગરના ઘોઘા અને અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો. અલંગ અને ઘોઘાના દરિયામાં કરંટના કારણે દરિયામાં મોજા ઉંચે ઉછળ્યા હતા. વાવાઝોડાની અસરના પગલે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગરના વાતાવરણમાં પલટો આવતા 34 કિમિની ઝડપે પવન ફૂંકાયો હતો. 

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડું રવિવારે રાતે 135 km ના પવનની રફ્તાર સાથે સુંદરવન પર ત્રાટક્યું હતું. રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે. પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહિ, 120થી 135 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરા-વૃક્ષો ધરાશાયી થયા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ, મોઘાલયમાં પણ અતિભારે વરસાદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news