સુરતઃ ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ
સુરત શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનો પોલ ખૂલી છે.
Trending Photos
સુરતઃ શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર સહિત જિલ્લામાં જનજીવન પર માઠી અસર પડી છે. અનેક રસ્તાઓ પર ગાબડાં પડ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં 12 ઇંચ માંગરોળમાં 6 ઇંચ, માંડવીમાં 3 ઇંચ, કામરેજમાં 2 ઇંચ, ઓલપાડ 2 ઇંચ અને સુરત સીટીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલી, મહુવા, પલસાણા, ચોર્યાસીમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ગામડાઓના રસ્તાઓ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાઓમાં પડ્યા ભૂવા
સુરત શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનો પોલ ખૂલી છે. રસ્તાઓ પર ભૂવા પડી ગયા છે. સવારથી વરસાદ પડતા લોકોને ઘરબહાર બહાર નીકળવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ટ્રાફિક જામ સહિતના મુદ્દે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉમરપાડામાં ધનાધન
સુરત જિલ્લાના માંગરોડ અને ઓલપાડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે. આ કારણે આજુબાજુના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે