Heat Wave: સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમીને પગલે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર, આટલી સાવચેતી છે જરૂરી

- રાજકોટમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર

- રાજકોટ મનપાએ ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

-બપોરે 1 થી 4 વાગ્યા સુધી બહાર ન નિકળવા લોકોને અપીલ

Heat Wave: સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમીને પગલે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર, આટલી સાવચેતી છે જરૂરી

ગૌરવ દવે/રાજકોટ : છેલ્લા બે દિવસથી રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે. આજે પણ રાજકોટમાં આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. ગઇકાલે 41 ડીગ્રી આસપાસ વાતાવરણ રહેતા મહાનગરપાલીકાએ ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ત્યારે રાજકોટનાં લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવ (Heatwave) ની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજું પણ બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરવામાં આવ્યો છે.

ડી હાઇડ્રેશનથી બચવા શું કરવું...?
રાજકોટ મહાનગરપાલીકા (RMC) દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતાની સાથે સાથે લોકો માટે પણ સાવચેતીનાં પગલાને લઇને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલીકાનાં નાયબ આરોગ્ય અધીકારી ડો. પંકજ રાઠોડે ઝી મિડીયા સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, લોકોએ ડી હાઇડ્રેશનથી બચવા વધુ માં વધું પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો જોઇએ. સાથે જ સગર્ભા, બાળકો અને વૃદ્ધોએ બપોરનાં સમયે બહાર નિકળવાનું ટાળવું જોઇએ. રાજકોટ શહેરની તાસીર મુજબ બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી બિન જરૂરી બહાર ન નિકળવા પણ લોકોને અપિલ કરવામાં આવી છે. 
No description available.
Police અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શરમ આવે તેવી બાથમબાથી સર્જાઇ,ભાજપના નેતાએ પોલીસવડાને ફોન પર ખખડાવ્યા

શું રાખશો સાવચેતી.? 
- શરીર ઢંકાય તેવા કપડા પહેરવા.

-લીંબું પાણી, લીંબુ સરબત જેવા પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો

- માથું અને મોઢું ઢાંકીને રાખવું

- બહાર નિકળતા સમયે સનગ્લાસ પહેરવાનો આગ્રહ રાખવો

- બહારથી ઘરમાં પ્રવેશી વાતાવરણને અનુકુળ રહીને પાણી પીવું..

- બરફ અને દુધથી બનેલી વસ્તુઓ પીવાનું ટાળવું.

વાતાવરણથી બચવા લોકો મોંઢે રૂમાલ બાંધીને ઘરની બહાર નિકળી રહ્યા છે. તો લોકોને પણ આરોગ્ય વિભાગ બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ સિવાય ઘર કે ઓફિસની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે હજું પણ બે દિવસ વાતાવરણમાં ગરમીનો પ્રકોપ રહે તેવા સંકેતો હવામાન વિભાગ દ્રારા આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news