શિયાળામાં કેમ વધી રહ્યાં છે હ્રદયરોગના કેસ, જાણો એક્સ્પર્ટ શું આપ્યાં કારણો? બચાવ માટે કરો આટલું

ડોક્ટર શરદે આ વિશેના કારણો અંગે વાત કરતા કહ્યું કે, હ્રદયરોગ પાછળ જુદા જુદા કારણો હોય છે. જ્યારે તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જતું હોય ત્યારે ખાસ સાવચેત રહેવું જોઈએ. તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જાય એટલે બોડીનું મેસલ મેટાબોલિક્રીએટ વધી જતું હોય છે.

શિયાળામાં કેમ વધી રહ્યાં છે હ્રદયરોગના કેસ, જાણો એક્સ્પર્ટ શું આપ્યાં કારણો? બચાવ માટે કરો આટલું

અતુલ તિવારી/અમદાવાદ: શિયાળાની ઋતુ ચાલી રહી છે. આપણે શિયાળાની ઋતુમાં હ્રદયરોગના કિસ્સાઓમાં વધારો થતો સાંભળતા હોઈએ છીએ. એક અભ્યાસ મુજબ શિયાળાની ઋતુમાં હ્રદયરોગના કિસ્સાઓ વધતા હોય છે.  સાથે જ હોસ્પિટલમાં પણ 30 ટકા જેટલા કેસોમાં વધારો નોંધાતો હોય છે. શું સંબંધ છે શિયાળા સાથે હ્રદયરોગને. આ વિશે અમારા સંવાદદાતા એ અમદાવાદમાં આવેલી એપોલો હોસ્પિટલનાં જાણીતા કાર્ડીઓલોજિસ્ટ ડોક્ટર શરદ જૈન સાથે કરી ખાસ વાતચીત

શિયાળામાં હ્રદયરોગ વધવાના કારણો:
ડોક્ટર શરદે આ વિશેના કારણો અંગે વાત કરતા કહ્યું કે, હ્રદયરોગ પાછળ જુદા જુદા કારણો હોય છે. જ્યારે તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જતું હોય ત્યારે ખાસ સાવચેત રહેવું જોઈએ. તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જાય એટલે બોડીનું મેસલ મેટાબોલિક્રીએટ વધી જતું હોય છે, તને જાળવી રાખવા માટે હૃદયને વધારે લોહી પંપ કરવું પડતું હોય છે, પરિણામ સ્વરૂપે હ્રદય પર બમણી તાકાત લાગતી હોય છે. આ સિવાય ઠંડીને કારણે શરીરની નસો સંકોચાઈ જતી હોય છે. નસો સંકોચાઈ જતા બ્લડપ્રેશર વધી જાય તેવું બનતું હોય છે જેના કારણે હૃદય ઉપર દબાણ વધતું હોય છે અને પ્લે ક્રપ્ચર થતું હોય છે.

આ પણ વાંચો:

શિયાળામાં વાયુ પ્રદુષણ વધતું હોય છે, જેના કારણે ઇન્ફેક્શન, એલર્જી અને ન્યુમોનિયાના કેસ વધતા હોય છે, જેના કારણે હૃદય ઉપર દબાણ વધતું હોય છે. કેટલાક કિસ્સામાં વિટામિન Dની પણ ઉણપ થતી હોય છે. શિયાળાની ઋતુમાં ઘણીવાર લાડુ ઘી લોકો વધુ ખાતા હોય છે, પરંતુ આનાથી કોલેસ્ટ્રોલ શરીરમાં વધતો હોય છે, જેના કારણે હૃદયરોગ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં હોર્મોનલ ચેન્જીસ થતા હ્રદયરોગની સમસ્યા થતી હોય છે.

હ્રદયની સમસ્યા હોય અથવા હ્રદયરોગથી બચવાના ઉપાય:
જેમને પહેલેથી જ હૃદયની બીમારી હોય, તેવા વ્યક્તિઓએ બ્લડપ્રેશર અથવા ડાયાબિટીસ હોય તો સમયાંતરે દવા લેતા રહેવું જોઈએ. શિયાળો શરૂ થાય તેની પહેલા બોડી ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે, જેના કારણે કોઈ સમસ્યા હોય તો ખ્યાલ આવી શકે છે. દવા રેગ્યુલર લેતા હોઈએ તો આઉટડોર પ્રેક્ટિસ થોડી ટાળવી કરવી જોઈએ, શિયાળામાં ઇન્ડોર પ્રેક્ટિસ કરવી હિતાવહ છે. સંપૂર્ણ શરીર ઢાંકાઈ શકે એ રીતે ગરમ કપડાનો ઉપયોગ કરવો જોઈએ. જે કસરત કરી ન શકતા હોઈએ અથવા રોજિંદી પ્રેક્ટિસમાં કરતા ન હોઈએ એવી કસરતોથી બચવું જોઈએ. જો કોઈ દારૂનું સેવન કરતું હોય તો તેણે વધારે પડતા દારૂના સેવનથી બચવું જોઈએ. અમુક કિસ્સાઓમાં શિયાળામાં ફ્લૂ વેક્સિન લેવી પણ હિતાવહ હોય છે, જેનાથી ન્યુમોનિયાથી બચી શકાય છે અને તેનાથી હ્રદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. 

આ સિવાય ડોક્ટર શરદ જૈને જણાવ્યું કે, શિયાળામાં ફિટ રહેવા માટે કેટલાક યુવાનો જીમમાં જતા હોય છે. પરંતુ શિયાળાની સિઝન હોય ત્યારે જીમમાં જતા પહેલા કેટલાક રિપોર્ટ ફરજિયાત કરાવી લેવા જોઈએ. હાઇપર ટ્રોપીક ડીસીસ કેટલીક વાર લોકોને તેના વિશે જાણ નથી હોતી. પરંતુ રિપોર્ટ કઢાવવાથી માહિતી મળી જતી હોય છે. 

આ પણ વાંચો:

તેમણે ઉમેર્યું હતું કે, જીમમાં ફિટ થવા માટે જતા લોકોનાં મગજમાં સતત વધુમાં વધુ વજન ઊંચકવાનું ભૂત ચઢી જતું હોય છે. જે ઘણીવાર મુસીબત સર્જે છે. કેટલાક કિસ્સાઓમાં ઘણા હોર્મોન્સ શરીર માટે ઘાતક સાબિત થાય છે. જીમમાં જતા લોકો માટે આવા હોર્મોન્સ હ્રદયરોગનું કારણ સાબિત થાય છે. જીમમાં જતા હોઈએ તો હીરો બનવાની ચાહતમાં આડેધડ કસરતોથી બચવું જોઈએ. તબક્કાવાર કસરતો કરવી હિતાવહ સાબિત થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news