સુરત: મિત્રતા મુદ્દે ત્રણ મહિલાઓ વચ્ચે ઝગડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો

શહેરના યોગી ચોકમાં ઝગડાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને બીજી મહિલા સાથેના સંબંધો પસંદ નહી હોવાના કારણે ઝગડો કર્યો હતો. ઝગડો એટલી હદ સુધી પહોંચ્યો હતો કે બંન્ને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી આખરે હત્યાના પ્રયાસમાં પરિણમી હતી. હાલ તો પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 
સુરત: મિત્રતા મુદ્દે ત્રણ મહિલાઓ વચ્ચે ઝગડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો

સુરત : શહેરના યોગી ચોકમાં ઝગડાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને બીજી મહિલા સાથેના સંબંધો પસંદ નહી હોવાના કારણે ઝગડો કર્યો હતો. ઝગડો એટલી હદ સુધી પહોંચ્યો હતો કે બંન્ને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી આખરે હત્યાના પ્રયાસમાં પરિણમી હતી. હાલ તો પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં શ્રીપદ એવન્યુમાં ભારતી બેન હરેશભાઇ બોધરા રહે છે. તેમની પાડોશમાં રહેતા ધર્મિષ્ઠાબેન કમલેશભાઇ ખેરડીયા સાથે સારી મિત્રતા થઇ હતી. આશરે ત્રણેક મહિના પહેલા તેમની સામે દક્ષા નરેન્દ્ર આખજા નામની એક મહિલા રહેવા આવી હતી. દક્ષાબેનને ભારતીબેન અને ધર્મિષ્ઠાબેનની મિત્રતા ગમતી નહી હોવાના કારણે દિવસોથી ભારતીબેન ધર્મિષ્ઠા સાથે સંબંધ તોડી નાખવા માટે દબાણ કરતા હતા. આ ઝગડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, તેની કોઇ કલ્પના પણ ન કરી શકે.

ગત્ત શુક્રવારે સવારે ભારતીબેન અને દક્ષાબેન વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા દક્ષાબેને ભારતીબેનને ધક્કો માર્યો હતો. જેમાં ભારતીબેન ચોથા માળેથી પટકાયા હતા અને તેમને ઇજા પહોંચી હતી. જો કે આ મુદ્દે પ્રાથમિક તપા બાદ પોલીસે આ મુદ્દે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આ કિસ્સો તમામ પાડોશીઓ માટે ચેતવણી સમાન છે. જેમાં ક્યારેક આડોશ પાડોશના ઝગડામાં આ મુદ્દો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news