હવે ચાર્ટડ એકાઉન્ટર પણ સુરક્ષિત નથી, થઈ ગયો મોટો કાંડ! કરોડો રૂપિયા પડાવી અપહરણ કર્યું, પછી...

નોંધનીય છે કે ફરિયાદીને આરોપીના પત્નીએ પણ પૈસા પરત માંગતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે અલગ અલગ નાણાકીય વ્યવહારોની તપાસ કરી આગળની તપાસ શરૂ કરી છે.

હવે ચાર્ટડ એકાઉન્ટર પણ સુરક્ષિત નથી, થઈ ગયો મોટો કાંડ! કરોડો રૂપિયા પડાવી અપહરણ કર્યું, પછી...

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના કાગડાપીઠ પોલીસે અપહરણ સહિત અન્ય ગંભીર કલમોના ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી 3.54 કરોડ રૂપિયા લોન પાસ કરાવવાના બહાને લઈ છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીનું નામ છે તરંગ પાટડીયા છે. આરોપી તરંગ પર આરોપ છે કે તેને પોતાના ભાઈ અને પિતા સહિત અન્ય સાગરિતો સાથે મળી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 3.54 કરોડ રૂપિયા લઈ છેતરપીંડી આચરી હતી. એટલું જ નહીં ખુદ ફરિયાદીનું જ અપહરણ કરી માર મારી 1.60 કરોડ રૂપિયા લઈને પતાવટ કરવાની ધમકી આપવામાં આવી. મહત્વનું છે કે ખુદ પકડાયેલ આરોપી તરંગના પત્નીએ પણ ઊંધા કેસમાં ભરાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો. 

ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી પોતે ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરી પોતાના મિત્ર સાથે વેપાર કરતો હતો. દરમ્યાનમાં વર્ષ 2020માં તરંગ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ આરોપી અને તેનો ભાઈ વિશાલ, પિતા હિતેન્દ્ર ફરિયાદીની ઓફિસે આવતા જતા અને પોતે સોનીનું કામ કરતા હોય GSTનું કામ પડશે તો તમને કામ આપીશું. ત્યારબાદ ફરિયાદીને સારી જગ્યાએ રોકાણ કરવાનું કહી રૂપિયા પડાવવા શરૂ કર્યું.

આમ ધીરે ધીરે ત્રણ કરોડથી વધુની રકમ લઈ સમયજતા કોઈપણ રોકડના બદલે વળતર પરત નહીં કરી છેતરપિંડી આચરી. જે અંગે ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતાં તરંગ પાસે પૈસા પરત માગ્યા પરંતુ પરત પૈસા નહીં આપી ફરિયાદીનું જ અપરણ કરી હોટલમાં ગાંધી રાખી માર મારીને ધમકી આપવામાં આવી. જેને પગલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તરંગની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય આઠ આરોપીઓની નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે ફરિયાદીને આરોપીના પત્નીએ પણ પૈસા પરત માંગતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે અલગ અલગ નાણાકીય વ્યવહારોની તપાસ કરી આગળની તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news