ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના, જો આવું થશે તો બધા જિલ્લા થઈ જશે તરબોળ
Gujarat Monsoon: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ આંખ મીચોલી રમી રહ્યો છે. ક્યારેક ધૂપ ક્યારેક છાવ અને ક્યારેક વરસાદી ઝાપટાં. પણ હવે સિસ્ટમ બરાબર જામી છે. જાણો હવામાન વિભાગે શું કહ્યું છે...
Trending Photos
- આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
- હવામાન વિભાગે કરી દીધી છે વરસાદની આગાહી
- જાણો કયા-કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ
Gujarat Latest Weather Updates: દરિયો હવે તોફાની બન્યો છે. જેને કારણે ફરી વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જોકે, આ વખતે વરસાદ આવશે પણ સાથે પવનને પણ ખેંચી લાવશે. એટલે ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે. કારણકે, હવામાન વિભાગની આગાહી બાદ આગાહીકાર અંબાલાલે પણ કહ્યું છેકે, ગુજરાતમાં લગભગ 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. જો આવું થશે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ઘણા સ્થળોએ અકસ્માતના કેસ, છાપરા ઉડી જવાના બનાવ અને જૂના પુરાણા મકાનો અને રસ્તા પરના મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની દહેશત છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે... આજે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આજે ઉત્તર ગુજરાતમાં તો બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ નર્મદા અને ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે ક્યાં-ક્યાં થશે ભારે વરસાદ?
આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી
સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ
દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ અલર્ટ
બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, તાપીમાં પડશે ભારે વરસાદ
ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી
આવતી કાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પડશે ભારે વરસાદ
છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં પણ પડશે ભારે વરસાદ
આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં-ક્યાં થયો વરસાદ?
છેલ્લાં 24 કલાકમાં રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વરસાદી આંકડાઓની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કુલ 175 તાલુકામાં વરસાદ થશે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.5 ઈંચ, ડાંગના આહવા અને વઘઈમાં વરસ્યો 2 ઈંચ, નવસારીના વાંસદા, વલસાડમાં પણ પણ 2 ઈંચ, ખેડાના કપડવંજ અને નડિયાદમાં પોણા 2 ઈંચ, રાજ્યના માત્ર 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો.
અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ થયો?
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 62 ટકા વરસાદ
સૌથી વધુ કચ્છ ઝોનમાં 86 ટકા વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્રમાં 76 ટકાથી વધુ વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાતમાં પણ 71 ટકા વરસાદ નોંધાયો
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ 44 ટકા વરસાદ
આજે ક્યાં-ક્યાં છે વરસાદી માહોલ?
રાજ્યમાં આજે સવારથી જ છવાયો છે વરસાદી માહોલ.સવાર સવારમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાઈ ચુક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠાના અલગ અલગ તાલુકામાં વરસાદ. ડાંગ, વલસાડ, તાપીમાં પણ સવારે વરસાદી માહોલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે