સાગઠિયા બાદ AMCના ગઠિયાએ બૂમ પડાવી! ભ્રષ્ટ બાબુઓને પાઠ ભણાવવા ભરાશે દાદાનો દરબાર!

AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. સાગઠિયા જેવો જ ગઠિયો નીકળ્યો AMC નો TDO, ઘરમાંથી મળ્યા લાખો રૂપિયા અને સોનાનો ઢગલો! સીએમના નિવાસ્થાને ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાનો કોરડો વિંઝવા આજે મહત્ત્વની બેઠક...

સાગઠિયા બાદ AMCના ગઠિયાએ બૂમ પડાવી! ભ્રષ્ટ બાબુઓને પાઠ ભણાવવા ભરાશે દાદાનો દરબાર!

           મુખ્યમંત્રી નિવાસ્થાને આજે ભ્રષ્ટ બાબુઓ સંદર્ભે બેઠકઃ

  • રાજ્યમાં પકડાઈ રહેલા ભ્રષ્ટ અધિકારીઓ ને કારણે નવો કાયદો આવી શકે છે 
  • ભ્રષ્ટ અધિકારીઓ પકડાય તો તેમની બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીમાં કાયદામાં જોગવાઈ 
  • મુખ્યમંત્રી નિવાસ્થાને આજે આ સંદર્ભે બેઠક પણ યોજાશે 
  • રાજકોટના અગ્નિકાંડ અને અમદાવાદના ભ્રષ્ટ અધિકારીઓ ના દાખલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ 
  • કાયદાકીય નિષ્ણાતો ને ધ્યાનમાં લઈને કાયદાને આખરી ઓપ આપવાની કવાયત 
  • ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ એ કવાયત હાથ ધરી

Biggest bribe in AMC history: રાજ્યના વધુ એક લાખોપતિ લાંચિયા અધિકારીનો ખુલાસો થયો છે. અમદાવાદના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ TDO લાંચ લેતા ઝડપાયા છે. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી 73 લાખ રોકડા અને સાડા ચાર લાખનું સોનું મળી આવ્યું છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયો.. ACBએ તપાસ કરતા હર્ષદ ભોજકના ઘરથી મળ્યા 73 લાખ રૂપિયા અને સોનાનું બિસ્કિટ.. વાત એવી છે પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ત્યારબાદ AMC ના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કોઈપણ સમયે કરી શકે છે હર્ષદ ભોજકને સસ્પેન્ડ. તેમની સાથે સંકળાયેલા અન્ય સ્ટાફની પણ થઇ શકે છે પુછપરછ. તંત્રના સત્તાધીશોમાં આ ઘટનાને પગલે હાલ વ્યાપી ગયો છે ફફડાટ...

ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ સર્ટિફિકેટ આપવા માટે 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે 20 લાખમાં તોડ થયો હતો. જમીનના માલિકે એસીબીમાં ફરિયાદ કરતા આશિષ પટેલની આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં છટકું ગોઠવાયું અને તેમાં લાંચિયા અધિકારીઓ આબાદ ઝડપાયા.જે બાદ એસીબીએ પ્રગતિ નગરમાં આવેલા હર્ષદ ભોજકના ઘરે સર્ચ કર્યું હતું. 

ગુરુવારે રાત્રે 3 વાગ્યા સુધી તપાસ ચાલી. જે દરમિયાન 73 લાખ રોકડા અને સાડા ચાર લાખની કિંમતનું સોનાના બિસ્કિટ અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ લાંચિયા અધિકારીએ રાજકોટના પૂર્વ TPI સાગઠિયાની યાદ અપાવી છે. જેના પર TRP ગેમઝોન આગકાંડ બાદ તપાસ ચાલી રહી છે. ત્યારે હવે ભોજક સાહેબને રિમાન્ડ પર લેવામાં આવશે આ પહેલા કઈ કઈ જગ્યાએ લાંચ લીધી અને કેટલી બેનામી સંપત્તિ છે તેની પણ તપાસ કરવામાં આવશે ACB ની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ACB ની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હર્ષદ ભોજક રાજકોટના મનસુખ સાગઠિયા સમકક્ષ લાંચ લેવામાં માહેર નીકળ્યો છે.

AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારબાદ AMC ના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ACB ની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ACB ની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હર્ષદ ભોજક રાજકોટના મનસુખ સાગઠિયા સમકક્ષ લાંચ લેવામાં માહેર નીકળ્યો છે. નારણપુરા સ્થિત નિવાસસ્થાને 20 લાખ રોકડ રકમ હોવા અંગે ACBએ સર્ચ શરૂ કર્યું. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2 ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક ₹20,00,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે,જેઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરીયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા 73 લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ને ચકાસણી અને જડતી ચાલી રહેલ છે.

આ ઘટનાના આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને આજે બપોરે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું. બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news