SURAT બની ચુક્યું છે બિનકાયદેસર બાયોડીઝલનું હબ? પોલીસે લાખો રૂપિયાનું ડિઝલ ઝડપી લીધું
ગ્રામ્યમાંથી ફરી એકવાર મોટી માત્રામાં બાયો ડીઝલ ઝડપાયું છે. કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ પોલીસે દરોડા પાડી ૩૨ લાખથી વધુની કિમતનું બાયોડીઝલ અને વાહનો અને સાધન સામગ્રી મળી ૪૮ લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી ૨ લોકોની અટકાયત કરી છે. જયારે મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી દુર છે.
Trending Photos
સુરત : ગ્રામ્યમાંથી ફરી એકવાર મોટી માત્રામાં બાયો ડીઝલ ઝડપાયું છે. કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ પોલીસે દરોડા પાડી ૩૨ લાખથી વધુની કિમતનું બાયોડીઝલ અને વાહનો અને સાધન સામગ્રી મળી ૪૮ લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી ૨ લોકોની અટકાયત કરી છે. જયારે મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી દુર છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત બાયો ડીઝલનું દુષણ અટકવાનું નામ નથી લેતું અને પોલીસે પણ આ દુષણને નાથવા માટે જાણે કમર કસી લીધી છે. હાલ ત્રણ દિવસ પહેલા માંડવીના કારંજ જીઆઈડીસી વિસ્તારમાંથી દોઢ કરોડથી વધુનું બાયોડીઝલ બનાવવાનું કેમિકલ ઝડપાયું હતું. ગઈકાલે રાત્રે ફરીથી કામરેજ પોલીસે કામરેજ તાલુકાના નવી પારડી ગામે આવેલા સન સાઈન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર ૫૫ માં આવેલા ગોડાઉનમાંથી ૪૩ હજાર લીટર જેટલો બાયો ડીઝલનો જથ્થો ઝડપી પડ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી ૩ પીક અપ ટેમ્પા તેમજ અન્ય સાધન સામગ્રી મળી ૪૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કામરેજ પોલીસને બાતમી મળી હતી કે, કામરેજના નવી પારડી ખાતે આવેલા સન સાઈન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર ૫૫ માં બિનકાયદેસર બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો છે. પ્લોટ નંબર ૫૫ માં અલગ અલગ મિશ્રણ ભેગું કરી બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ મિશ્રણને ૨૨૦ લીટરના ડ્રમમાં ભરી પીક અપ ટેમ્પોમાં હાઈવે પર લઇ જઈ ટ્રક ચાલકોને વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે કામરેજ પોલીસે ગઈકાલે રાત્રે દરોડા પડ્યા હતા. ગોડાઉન અંદરથી ૫૦૦૦ લીટરની તેમજ ૨૦૦૦ લીટરની અલગ અલગ ટાંકીઓમાં ભરેલું પ્રવાહી ઝડપી પડ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ૨ ઈસમોની અટકાયત પણ કરી છે. જયારે બાયોડીઝલના વેપલાનો મુખ્ય સુત્રધાર હાલ ફરાર છે. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉજ કામરેજ નજીક આવેલ માંડવી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પોલીસે જ્વલંતશીલ કેમિકલ ઝડપી પડ્યું હતું. તેમ છતાં કેમિકલ માફીયાઓ માટે સુરગ્રામ વિસ્તાર આશિર્વાદ સમાન હોય તેમ છાની છુપી રીતે વેપલો કરતા રહેતા હોય છે. અંતે પોલીસના હાથે ઝડપાતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે