ગુજરાતના દરિયાકાંઠે મહાતૂફાન સાયક્લોન 'બિપરજોય' ત્રાટક્યું ત્યારે દ્વારકાધીશ મંદિરમાં શું ચાલી રહ્યું હતું, તમને જાણીને ગર્વ થશે
Dwarka Temple : વાવાઝોડાનું સંકટ ટળી જતા હર્ષ સંઘવી દ્વારા દ્વારકા મંદિરમાં 52 ગજની ધજા ચઢાવાઈ... લોકોના સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી
Trending Photos
Biporjoy Cyclone and Dwarka: અરબી સમુદ્રમાં રચાયેલું બિપોરજોય ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યા બાદ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ચક્રવાતના લેન્ડફોલ પહેલાં ગોમતી કિનારે ઉછળતા મોજાઓએ લોકોને ધ્રૂજાવી દીધા હતા પરંતુ ફરી એકવાર દ્વારકાની રક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં કોઈ મોટું નુકસાન થયું નથી.
ગુજરાતના ઐતિહાસિક દ્વારકા શહેરની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓ માટે મોટી આફત બનીને આવેલું ચક્રવાત બિપરજોય હવે ગુજરાતમાંથી પસાર થઈ ગયું છે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારે વિનાશની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ વાવાઝોડાને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં કોઈ નુકસાન થયું નથી. ઐતિહાસિક દ્વારકાધીશ મંદિરને પણ નુકસાન થયું નથી. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મંદિરે પહોંચ્યા હતા અને આખી રાત જાગેલા પૂજારીઓને મળ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. મંદિરના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ ગુજરાત પર હંમેશા રહે છે. બિપરજોય ચક્રવાતને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનો જીવ ગયો નથી.
તારી લીધા તારણહારે !
જગત મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવીને આશીર્વાદ મેળવ્યાં.
જય દ્વારકાધીશ 🙏🏻 pic.twitter.com/g2Yv2aZPnl
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2023
પૂજારીઓ મધ્યરાત્રિ 12 સુધી જાગ્યા
બિપરજોયના તોફાની તાંડવને જોતા દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ભક્તોને ઓનલાઈન દર્શન કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે ગુજરાત સુપર સાયક્લોન સામે લડી રહ્યું હતું, ત્યારે મંદિરમાં હાજર પૂજારી દ્વારકાધીશ મંદિરની અંદર હતા અને ગુજરાતની રક્ષાની કામના કરી રહ્યાં હતા. મંદિરના (Dwarkadheesh Mandir)પૂજારીઓ રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં હાજર રહ્યા હતા. જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થયું અને લેન્ડફોલમાંથી પસાર થયું ત્યારે પૂજારીઓએ રાહતનો શ્વાસ લીધો. દ્વારકાધીશ મંદિરે (Dwarkadheesh Mandir) ચક્રવાતથી રક્ષણ માટે સતત પ્રાર્થના કરવામાં આવી હતી. બિપરજોયના લેન્ડફોલ પછી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પોતે મંદિર પહોંચ્યા અને પૂજારીઓને મળ્યા અને તેમની હાલચાલ પૂછીને તેમનો આભાર માન્યો.
15 જૂનની રાત પડકારોથી ભરેલી હતી. ભગવાન દ્વારકાધીશ અને સોમનાથ દાદાના આશીર્વાદ હંમેશા ગુજરાત પર રહ્યા છે. દ્વારકામાં એક પણ મૃત્યુ થયું નથી. રાજ્યભરમાં ગુજરાત પોલીસના 22 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તે તમામની સારવાર ચાલી રહી છે.
તોફાની પવનોએ ફફડાવી દીધા
વાવાઝોડાએ લેન્ડફોલ પહેલાં તેના તોફાની પવનો સાથે ખૂબ જ ભય પેદા કર્યો હતો. જેના કારણે દ્વારકાધીશ મંદિરના શિખર પર પણ ધ્વજારોહણ થઈ શક્યું નથી. આટલું જ નહીં, જોરદાર પવન અને ખરાબ હવામાનની ચેતવણીના કારણે મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. મંદિર પ્રશાસને ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો, જોકે લોકોને અપેક્ષા હતી કે દ્વારકાધીશ દ્વારકાની રક્ષા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે