શીર્ષ સંવાદ: હાર્દિક પટેલનો હુંકાર 2022 માં આવી રહી છે કોંગ્રેસની સરકાર

હાર્દિક પટેલ સાથે શીર્ષ સંવાદ હેઠળ વાતચીત કરી હતી. હાર્દિક લાંબા સમય બાદ મીડિયા પર આવીને પોતાના મનની વાત કરી રહ્યો છે. લાંબા સમયથી ગુમ રહ્યા બાદ હાર્દિક સાથે ખાસ વાતચીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક પ્રકારે ભાજપની બરોબરીમાં આવ્યું છે. 3 બેઠકો ભાજપ જીત્યું છે જ્યારે બાકીની ત્રણ બેઠક 3 બેઠકો કોંગ્રેસ પણ જીત્યું છે. ઉપરાંત હાર્દિકનાં સાથી ગણાતા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઇને પરાજીત થઇ ચુક્યો છે. ત્યારે આ અંગે હાર્દિકનું શું માનવું છે. આ ઉપરાંત પેટા ચૂંટણી દરમિયાન હાર્દિક ગુમ જ રહ્યો હતો. કોંગ્રેસે તેને ક્યાંય પણ પ્રચાર કે પ્રસાર માટે ઉતાર્યો નહોતો. જેથી એક સમયનો હિરો હાલ જીરો થઇ ચુક્યો છે. 

શીર્ષ સંવાદ: હાર્દિક પટેલનો હુંકાર 2022 માં આવી રહી છે કોંગ્રેસની સરકાર

અમદાવાદ : હાર્દિક પટેલ સાથે શીર્ષ સંવાદ હેઠળ વાતચીત કરી હતી. હાર્દિક લાંબા સમય બાદ મીડિયા પર આવીને પોતાના મનની વાત કરી રહ્યો છે. લાંબા સમયથી ગુમ રહ્યા બાદ હાર્દિક સાથે ખાસ વાતચીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક પ્રકારે ભાજપની બરોબરીમાં આવ્યું છે. 3 બેઠકો ભાજપ જીત્યું છે જ્યારે બાકીની ત્રણ બેઠક 3 બેઠકો કોંગ્રેસ પણ જીત્યું છે. ઉપરાંત હાર્દિકનાં સાથી ગણાતા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઇને પરાજીત થઇ ચુક્યો છે. ત્યારે આ અંગે હાર્દિકનું શું માનવું છે. આ ઉપરાંત પેટા ચૂંટણી દરમિયાન હાર્દિક ગુમ જ રહ્યો હતો. કોંગ્રેસે તેને ક્યાંય પણ પ્રચાર કે પ્રસાર માટે ઉતાર્યો નહોતો. જેથી એક સમયનો હિરો હાલ જીરો થઇ ચુક્યો છે. 

- જીજ્ઞેશ બિલ્કુલ સાચા રસ્તે છે પરંતુ અલ્પેશે મહત્વકાંક્ષાની આંધળી દોટમાં બધુ જ ભુલી ગયો અને ભાજપમાં જઇને મોટી ભુલ કરી. તેને કોંગ્રેસે આપેલું તમામ ગુમાવી દીધું. માત્ર એક વર્ષમાં ધારાસભ્ય બન્યો, બિહાર ચૂંટણીની જવાબદારી મળી તેમ છતા પણ તેણે કોંગ્રેસ સાથે દગો કર્યો. 
- ઠાકોર સમાજ પાસે સારુ શિક્ષણ નથી, દારૂની બદીથી પરેશાન છે. અલ્પેશની સાથે હું સંમત નથી.
- રાજકીય રીતે માણસ ક્યારે પણ પુરો થાય નહી. 
- અલ્પેશનો મુદ્દો સાચો હસે અને મહત્વકાંક્ષા નહી હોય તો લોકો હજી પણ તેની પડખે ઉભા રહેશે.
- કોંગ્રેસ ક્યારે પણ ઝુંકી નથી તે સતત લડે છે. કોંગ્રેસ મને જવાબદારી સોંપે કે ન સોંપે મને ફરક નથી પડતો.
- મારે લોકો વચ્ચે જવું છે. 16 હજાર પૈકી 5 હજાર ગામડા ફરી ચુક્યો છું અને હજી 5 હજાર ફરવા છે. 
- રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુવાનોને આગળ આવે તેમાં રસ છે
2020માં હાર્દિક પટેલ શું કરવા માંગે છે?
- 2020માં અમે સારુ પ્રદર્શન કરવા માંગીએ છીએ.
- કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે ગાઇડલાઇન આપશે તે પ્રકારે આગલ વધીશું.
- ગુજરાત જનજાગૃતી યાત્રા માર્ચ મહિનાથી લાવી રહ્યો છું.
- ગુજરાતમાં સતત 2 વર્ષ સુધી ગુજરાતના ગામડાઓની પદયાત્રા કરવા માંગુ છું. 
- 2020 કે 2022માં કોંગ્રેસ મને જે પણ પજવાબદારી સોંપશે તે હું પુર્ણ કરીશ.
- કોંગ્રેસ મને જવાબદારી નહી સોંપે તો હું સ્વતંત્ર રીતે કામ કરીશ.
- 2022માં અમે કોંગ્રેસની સરકાર લાવીશું.
- ગુજરાતનાં લોકોની દરેક સમસ્યાને અમે દુર કરીશ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news