હાર્દિક 'અપીલ': વ્યક્તિગત સ્વાર્થ છોડીને તમામને શહીદ યાત્રામાં જોડાવા કર્યું આહવાન

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલન દરમિયાન અવસાન પામેલ પાટીદારોને ન્યાય અપાવવા 24 જૂનના રોજ ઊંઝાના ઉમિયા ધામથી પાટીદાર શહીદયાત્રા યોજવામાં આવી રહી છે. 

હાર્દિક 'અપીલ': વ્યક્તિગત સ્વાર્થ છોડીને તમામને શહીદ યાત્રામાં જોડાવા કર્યું આહવાન

મહેસાણા: મહેસાણાના ઉંઝામાં આગામી 24 જૂને પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ શહીદ યાત્રામાં જોડાવા પાસ કન્વીનર હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે, આ લડાઈ વ્યક્તિગત નથી. અનામતની આ લડાઈ માટે તમામ પાટીદાર એક થાય અને વ્યક્તિગત સ્વાર્થ છોડીને તમામ આ યાત્રામાં જોડાય. હાર્દિક પટેલે આ અપીલ કરતા એ પણ જણાવ્યું છે, શહીદોના ન્યાય અને સન્માનની આ લડાઈ છે. તેના મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધી છે ત્યારે પોતે મહેસાણાથી બહાર જેવી આ યાત્રા નીકળશે કે તેમાં જોડાશે. ત્યારે જોવાનું એ રહેશે કે, હાર્દિક પટેલની આ અપીલને કેટલા સ્વીકારે છે અને શહીદ યાત્રામાં જોડાય છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલન દરમિયાન અવસાન પામેલ પાટીદારોને ન્યાય અપાવવા 24 જૂનના રોજ ઊંઝાના ઉમિયા ધામથી પાટીદાર શહીદયાત્રા યોજવામાં આવી રહી છે. જે શહીદયાત્રામાં મા ઉમા, ખોડલ, સરદાર પટેલ અને શહીદોની પ્રતિમા સાથે 34 દિવસમાં રાજ્ય ભરમાં 4000 કિ.મી.ની યાત્રાખેડી કાગવડના ખોડલધામ પહોંચશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ઊંઝા ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં તા. ૨૪-૬-૧૮ના રોજ ઊંઝા ઊમિયા ધામથી કાગવડ ખોડલધામ સુધી પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા નીકળશે. તેની ચર્ચાઓથી હતી અને એક લાખથી વધારે પાટીદારો આ શહીદ યાત્રામાં જોડાય તેવો હુંકાર કર્યો હતો.

આ બેઠકમાં ગોપાલ ઇટલીયા,દિલીપ સાબવા,ભૌલેશ પટેલ ઊંઝા,પંકજ ઊંઝા, સુરેશ ઠાકરે, સતીશ પટેલ, નરેન્દ્ર પટેલ, હર્ષદભાઇ પટેલ બહુચરાજી, ભાવિન પટેલ, જીગર પટેલ,ધનજીભાઇ પાટીદાર,વિજાપુરના પ્રકાશ પટેલ, લાલભાઇ ચાણસ્મા,પ્રશાંત પટેલ,શિવરામ ફોશી,બ્રિજેશ પટેલ સહિત હાજર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news